PM Kisan Yojana: એક સપ્તાહમાં ખેડૂતોને મળી શકે છે ગિફ્ટ, ખાતામાં આવશે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે
દેશના લગભગ 8 કરોડ ખેડૂતોની રાહનો અંત આવશે. નવા વર્ષમાં ખેડૂતોને 2000 રૂપિયાની ભેટ મળવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કોઈપણ દિવસે ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની રકમ પહોંચી શકે છે. વાસ્તવમાં ગયા વર્ષે નવા વર્ષના અવસર પર પીએમ મોદીએ 9મો હપ્તો બહાર પાડ્યો હતો. આવી સ્થિતિમાં સન્માન નિધિના 13મા હપ્તાના રૂપિયા જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે છે. આ રકમ DBT દ્વારા ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 12 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
6 હજાર રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનામાં રૂ. 2,000ના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. દેશવાસીઓ હવે 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
12મા હપ્તા દરમિયાન પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદીમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. છેલ્લા હપ્તા દરમિયાન એકલા ઉત્તર પ્રદેશના 21 લાખ ખેડૂતોના નામ લાભાર્થીની યાદીમાંથી દૂર કરવામાં લગભગ આવી જ હાલત અન્ય રાજ્યોની છે. આવી સ્થિતિમાં, આ હપ્તા દરમિયાન આ સ્થિતિ પણ સામે આવી શકે છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી નથી તો તમે આગામી હપ્તાથી વંચિત રહી શકો છો.
ખેડૂતો અહીં સંપર્ક કરી શકે છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તા અંગે ખેડૂતો સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. અહીં ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે.
Kakoda Farming : એક જ વાર વાવો આ શાકભાજી અને 10 વર્ષ સુધી કરો લાખો રૂપિયાની કમાણી
Kakoda Cultivation: ખેડુતો મહેનતની સાથો સાથ નવી ટેક્નોલોજીની સમજણ અને ખેતીની યોગ્ય રીત અપનાવી ખેતી કરે તો સારો એવો નફો રળી શકે છે. દેશમાં વિવિધ પ્રકારની ખેતીની રીતો છે. આજે આપણે આવી જ ખેતી વિશે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ ખેતી છે શાકભાજી જેનું નામ જરા વિચિત્ર છે પરંતુ નફો ખુબ જ વધારે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ખેડૂતો કંકોડા શાકભાજીનું યોગ્ય રીતે ઉત્પાદન કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકે છે.
આ શાક એ વેલાની શ્રેણીમાં ગણાય છે. કંકોડા દેશમાં જુદા જુદા નામોથી પણ ઓળખાય છે. કાર્કેતકી, કાકોરા, કંટોલા, વાન કારેલા, ખેખસા, ખેસ્કા, અગાકારા, સ્પાઈન ગાર્ડ, મોમોર્ડિકા, ડીઓઈકા વગેરેના નામે કંકોડા ઓળખાય છે. તેના પર સામાન્ય કાંટાદાર રેસા હોય છે. તે નાના કારેલા જેવું લાગે છે. રાજસ્થાનમાં લોકો તેને કિંકોડાના નામથી ઓળખે છે.