શોધખોળ કરો

Agriculture: ચણાના પાકમાં આવતા વાયરસને નિવારવા રાજ્ય સરકારે જાહેર કર્યા રોગ નિયંત્રણ પગલાં

વધુમાં જણાવ્યા અનુસાર, સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસને અસરકારક રીતે નિવારવા માટે અસરગ્રસ્ત છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ પ્રતિ લિટર દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ.

ગાંધીનગર: રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. હાલ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસ જેવા રોગ જોવા મળતા, તે અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને આ રોગોથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. 

વધુમાં જણાવ્યા અનુસાર, સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસને અસરકારક રીતે નિવારવા માટે અસરગ્રસ્ત છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ પ્રતિ લિટર દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત પી. ફ્લોરોસેન્સ અથવા ટી. વિરીડી ૨.૫ કિગ્રા પ્રતિ હેકટર ૫૦ કિગ્રા ખાતર સાથે અસરગ્રસ્ત છોડની ઉપર છંટકાવ કરવાથી આ રોગ નિયંત્રણમાં આવે છે.

સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે, અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાય છે

સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે, અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાય છે. તેના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૨ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. જેવાં શોષક પ્રકારની કીટનાશકને ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી વાયરસ નિયંત્રણમાં આવે છે. 

૧ ટન પ્રતિ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવી છે

સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા.ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવાથી રોગ નિયંત્રણમાં આવે છે. ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડમાં વીરીડી અથવા ટ્રાઈકોડમાં હરજીએનમ (૨×૧૦* સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને ૧ ટન પ્રતિ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવી છે. 

ચણાના પાકમાં થતા આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ચણાના પાકમાં થતા આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરૂ અવસ્થામાં છોડ સૂકાઈને જમીન પર ઢળી પડે છે. પાછોતરો સુકારો પાકની ૩૦ થી ૩૫ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે, જેના કારણે પાન પીળા પડે છે અને ધીરે ધીરે આખો છોડ સૂકાઇ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget