વિદેશ જઈને ખેડૂતે શીખી આધુનિક ખેતી, ઘરની છત પર બનાવ્યો દ્રાશનો બગીચો, કરે છે મબલખ કમાણી
પુણેના સોલાપુર હાઈવે પર આવેલા ઉરલીકાંચન ગામમાં એક વ્યક્તિએ તેના ઘર પર દ્રાશનો બગીચો બનાવ્યો છે. 58
Agriculture News: મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અનેક પ્રયત્નો કરી રહી છે. આ દરમિયાન ઘણા પ્રગતિશીલ ખેડૂતો અનેક રીત અપનાવીને આધુનિક ખેતી કરી રહ્યા છે. પુણેના સોલાપુર હાઈવે પર આવેલા ઉરલીકાંચન ગામમાં એક વ્યક્તિએ તેના ઘર પર દ્રાશનો બગીચો બનાવ્યો છે. 58 વર્ષીય ભાઉસાહેબ કાંચને જણાવ્યું, તેની પાસે સાડા ત્રણ એકર જમીન છે. જેમાં તેઓ શેરડીની ખેતી કરી છે. થોડા વર્ષ પહેલા મને અહીં દ્રાશ ઉગાડવાનો વિચાર આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, કૃષિ વિભાગ 48 ખેડૂતોને વિદેશ જવાનો મોકો આપે છે. સ્ટડી ટૂરનો અડધો ખર્ચ કેન્દ્ર સરકાર આપે છે. પાંચ વર્ષમાં કે વખત આ પ્રકારની ટૂરનું આયોજન કરવામાં આવે છે. આ સ્ટડી ટૂરમાં જર્મની, સ્વિત્ઝર્લેન્ડ, નેધરલેન્ડમાં આધુનિક ખેતી કઈ રીતે થાય છે તે અંગે જણાવવામાં આવે છે. ટૂરનો ખર્ચ વ્યક્તિ દીઠ દોઢ લાખ રૂપિયા જેટલો થાય છે.
કેવી રીતે આવ્યો વિચાર
યૂરોપ સ્ટડી ટૂરમાં ત્યાં ઘરની છત પર દ્રાશની ખેતી જોઈ. જે બાદ મેં પણ આમ કરવાનું વિચાર્યું. ભારત આવ્યા બદા માંજરી અંગૂરી સંશોધન કેન્દ્રમાં જઈ છોડ ખરીદ્યા અને અહીં લગાવી દીધા. ત્રણ વર્ષ સુધી આ છોડને છાણીયું ખાતર આપ્યું. ત્રણ વર્ષમાં રોપ વિશાળ થઈ ગયા અને જમીનથી 32 ફૂટ ઉપર ત્રીજા માળ સુધી પહોંચી ગયો. જે બાદ લોખંડને મંડપ બનાવ્યો અને વેલા ત્યાં ચડાવ્યા.
કેટલી થઈ કમાણી
પ્રથમ વર્ષે તેમણે દ્રાશના 108 બંચ, બીજા વર્ષે 300 બંચ અને ત્રીજા વર્ષે 525 બંચ વેચ્યા. તેમના દ્રાશ રસદાર અને મીઠી હોય છે. આ રીતે તેમણે અત્યાર સુધીમાં આશરે પાંચ લાખની કમાણી પણ કરી છે.