આમળાની ખેતીથી અઢળક આવક કરે છે આ ગુજરાતી ખેડૂત
Agriculture News: હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે. આ દરમિયાન માર્કેટમાં આખું વરસ તંદુરસ્ત રાખતાં ફળ આમળા મળતાં હોય છે.
Agriculture News: હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે. આ દરમિયાન માર્કેટમાં આખું વરસ તંદુરસ્ત રાખતાં ફળ આમળા મળતાં હોય છે. ગુજરાતમાં ઘણા લોકો આમળાની ખેતી કરીને વધારાની આવક મેળવે છે. ચાણસ્માના મડલોપ ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા તેમની કોઠાસુઝ અને ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ ચીલા ચાલુ પદ્ધતિ છોડીને ઓર્ગનિક ખેતી તરફ વળી મોટા પ્રમાણમાં અમળાના છોડ વાવી આજે સારી એવી આવક મેળવી રહ્યા છે. તો સારા પ્રકારની ખેતી અને તેમાં ઓર્ગેનિક પ્રકારથી જતન કરી આમળાનું ઉત્પાદન કરવામાં આવતા પૂર્વ મુખ્યમંત્રી દ્વારા ખેડૂતનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
પાટણના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના પટેલ નવટરભાઈએ છેલ્લા 21વર્ષથી આમળાની ખેતી કરે છે. પહેલા અભ્યાસ વગર આમળાના છોડ લાવી વાવેતર કર્યું હતું. જેમાં રેશા વાળા આમળા આવતા હતા, પરંતુ ત્યારબાદ ખેતી વાડી વિભાગ દ્વારા પૂરતી માહિતી મેળવી એન. એ 7 કલમ કરી પ્રજાતિ બદલી અને તે પ્રકારના 2 વીઘા જમીનમા 110 છોડનું વાવેતર કર્યું, જેના થકી સીઝનમાં 200 મણ આમળાનું ઉત્પાદન કરી રહ્યા છે.
પ્રગતિશીલ ખેડૂત દ્વારા સારા પ્રકારના અને ઓર્ગેનિક પદ્ધતિથી આમળાનું ઉત્પાદન કરવામાં આવતા વેપારીઓમાં પણ એ આમળાની માંગ રહે છે અને તેને કારણે ખેડૂતને તેનું ઉત્પાદન વેચવા બજારમાં જવું પડતું નથી. પણ વેપારીઓ પોતે ખેડૂત સુધી અમાળાનો માલ લેવા પહોંચે છે એ આમળાની વેરાઈટી ઉત્તર પ્રદેશની કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલ એન.એ. 7 જાતના આમળાની ખેતી કરવાનું આયોજન કર્યું હતું. પોતાના ખેતરમાં બાગાયત વિભાગની મદદથી માર્ગદર્શન આધારે આમળાનું વાવેતર કરતાં ખેતી સફળ રહેવા પામી છે, સાથે કૂત્રિમ પ્રકારથી તમામ છોડવાનો ઉછેર કરવામાં આવ્યો છે. જેમાં ગાયના ગોબર, ગૌમૂત્રનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની દવા બનાવી જમીન ફળદ્રુપ તેમજ આમળાના છોડ પર આવતા ફળ મોટા અને રસ વાળા બને તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. તેને કારણે મંડલોપના અમાળાની ભારે માંગ રહે છે.