શોધખોળ કરો

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

RRB Recruitment: આ ભરતીમાં વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે

RRB Recruitment: ભારતીય રેલવે ભરતી બોર્ડે(RRB) નોકરી મેળવવા માંગતા ઉમેદવારોને ફરી એકવાર તક આપી છે. રેલવેએ ગ્રુપ-ડી ભરતી માટે શોર્ટ નોટિસ જાહેર કરી છે જેમાં કુલ 32,438 પોસ્ટ્સ પર ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો 23 જાન્યુઆરી 2025 થી 22 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પોસ્ટ અને વિભાગની સંખ્યા

આ ભરતીમાં વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ટ્રાફિક, એન્જિનિયરિંગ, મિકેનિકલ, S&T, અને ઇલેક્ટ્રિકલ વિભાગોમાં પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે. તેમાંથી ટ્રાફિક વિભાગમાં પોઈન્ટ્સમેન-બીની 5058 જગ્યાઓ છે, જ્યારે એન્જિનિયરિંગ વિભાગમાં ટ્રેક મશીન આસિસ્ટન્ટની 799 જગ્યાઓ અને ટ્રેક મેઈન્ટેનર ગ્રેડ 4ની 13,187 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ બ્રિજની 301 જગ્યાઓ, મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ (C&W)ની 2587 જગ્યાઓ, આસિસ્ટન્ટ લોકો શેડ (ડીઝલ)ની 420 જગ્યાઓ અને આસિસ્ટન્ટ (વર્કશોપ)ની 3077 જગ્યાઓ પણ ભરવામાં આવશે.

ઇલેક્ટ્રિકલ વિભાગમાં આસિસ્ટન્ટ ટીઆરડીની 1381 જગ્યાઓ, આસિસ્ટન્ટ લોકો શેડ (ઈલેક્ટ્રિકલ)ની 950 જગ્યાઓ અને અન્ય વિવિધ જગ્યાઓ પર પણ નિમણૂકો કરવામાં આવશે. આ ભરતીમાં એકંદરે 32,438 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

પાત્રતા

ગ્રુપ ડી ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ અથવા NCVTમાંથી નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC) મેળવેલું હોવું જોઈએ. વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 1, જૂલાઈ 2025ના રોજ 18 થી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ. RRB નિયમો હેઠળ વિવિધ કેટેગરીના ઉમેદવારોને પણ આ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

આ ભરતી માટે અરજી કરવા માટે સામાન્ય અને OBC કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે, જેમાંથી 400 રૂપિયા કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)માં હાજર થવા પર પરત કરવામાં આવશે. SC, ST, EBC, મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારોએ માત્ર 250 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે, જે પરીક્ષામાં હાજર થવા પર સંપૂર્ણ રિફંડ કરવામાં આવશે.

પરીક્ષા પેટર્ન

RRB ગ્રુપ-D ભરતીની પ્રક્રિયામાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT-1), શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ, દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે. સીબીટીમાં ચાર મુખ્ય વિભાગો હશે.

સામાન્ય વિજ્ઞાન: 25 પ્રશ્નો

ગણિત: 25 પ્રશ્નો

સામાન્ય બુદ્ધિ અને તર્ક: 30 પ્રશ્નો

સામાન્ય જાગરૂકતા: 20 પ્રશ્નો

દરેક ખોટા જવાબ માટે 1/3 માર્ક કાપવામાં આવશે, જ્યારે સાચા જવાબ માટે 1 માર્ક આપવામાં આવશે.

આ છે જરૂરી ડેટ્સ

નોટિફિકેશન રિલીઝ થવાની તારીખ: 28 ડિસેમ્બર 2024

અરજીની શરૂઆતની તારીખ: 23 જાન્યુઆરી 2025

અરજી અને ફી ચૂકવવાની છેલ્લી તારીખ: 22 ફેબ્રુઆરી 2025

Railway jobs 2025: રેલવેમાં નોકરીની શાનદાર તક, 1036 પદ પર ભરતી,47000 હજારથી વધુ પગાર!

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Embed widget