શોધખોળ કરો

Tomato Farming: ટમેટાની ખેતીથી થોડા જ મહિનામાં બની જશો લખપતિ, ત્રણ ગણી થઈ શકે છે આવક !

Agriculture News: ઘણી વખત ટમેટાના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતો ફેંકી દેવા કે તેના પર ટ્રેકટર ફેરવી દેવા પણ મજબૂર બને છે.

Tomato Farming: ભારત કૃષિ પ્રધાન દેશ છે. ગ્રામિણ વિસ્તારોમાં રહેતા મોટા ભાગના લોકોની આજીવિકાનું સાધન ખેતીવાડી છે. સરકારે ખેડૂતો માટે અનેક યોજના ચલાવી રહી હોવા છતાં ખેડૂતનું જીવનધોરણ ઉંચું આવતું નથી. ખેતીમાં થઈ રહેલા નુકસાનના કારણે અનેક લોકો ગામ છોડીને શહેરોમાં મજૂરી કરવા મજબૂર છે. પરંતુ એક પાક એવો છે, જેની યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો ખેડૂતો માલામાલ થઈ શકે છે. ખેડૂતો માટે ટમેટાનો પાક આવકનું સારું સાધન બની શકે છે.

કેટલી થઈ શકે કમાણી

ટમેટાની યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો મોટી કમાણી થઈ શકે છે. એક હેક્ટર જમીનમાં 800 થી 1200 ક્વિંટલ સુધી ટમેટા ઉગી શકે છે. ટમેટા અનેક પ્રકારના હોય છે. વિવિધ જાતના હિસાબે ભાવ અલગ હોય છે. ઘણી વખત ટમેટાના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતો ફેંકી દેવા કે તેના પર ટ્રેકટર ફેરવી દેવા પણ મજબૂર બને છે. પરંતુ જો બજારમાં ટમેટા સરેરાશ 10 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચાય અને તમે સરેરાશ 1000 ક્વિંટલ ઉત્પાદન લો તો 10 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.

ભારતમાં વર્ષમાં બે વખત ટમેટાની ખેતી થાય છે. જુલાઈ-ઓગસ્ટથી શરૂ થયેલી ખેતી ફેબ્રુઆરી-માર્ચ સુધી ચાલે છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થયેલી ખેતી જૂન-જુલાઈ સુધી ચાલે છે. આ ખેતી માટે તમારે નર્સરી તૈયાર કરવાની હોય છે. એક મહિનામાં ટમેટાના છોડ તૈયાર થાય છે. એક હેક્ટરમાં આશરે 15 હજાર છોડઉગાડી શકાય છે. 2-3 મહિના બાદ ટમેટા આવવાં લાગે છે અને 9-10 મહિના સુધી ચાલે છે.

ટમેટાના પાક માટે કાળી, રેતાળ અને લાલ દળદાર માટી શ્રેષ્ઠ છે. માટીનું પીએમ 7 થી 8.5 હોવું જોઈએ. ઉનાળામાં ટમેટાનો પાક વાવો તો દર અઠવાડિયે પાણી આપવું જોઈએ. શિયાળામાં દર 10-15 દિવસે પાણી પાવું જોઈએ. ટમેટાના સારા પાક માટે સમયાંતરે નિંદામણ કરવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
જુલાઈમાં વાવો આ શાકભાજી, માત્ર 90 દિવસમાં જ ખેડૂતોની તિજોરી ભરાઈ જશે
જુલાઈમાં વાવો આ શાકભાજી, માત્ર 90 દિવસમાં જ ખેડૂતોની તિજોરી ભરાઈ જશે
PM kisan Yojana: તમારા PM કિસાનના ₹2000 અટકી શકે! 24મા હપ્તા પહેલા તાત્કાલિક કરો આ કામ
PM kisan Yojana: તમારા PM કિસાનના ₹2000 અટકી શકે! 24મા હપ્તા પહેલા તાત્કાલિક કરો આ કામ
Pomegranate Farming Tips: પોતાના ફાર્મ હાઉસમાં શરૂ કરો દાડમની ખેતી, લાખોમાં થશે કમાણી
Pomegranate Farming Tips: પોતાના ફાર્મ હાઉસમાં શરૂ કરો દાડમની ખેતી, લાખોમાં થશે કમાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget