લૂંટારુઓ અને મુકેશભાઇ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપી દરમિયાન લૂંટારુઓએ છરી કાઢી મુકેશભાઇને મારી દીધી હતી. છરી વાગતાં હાથમાંથી થેલા છૂટી ગયા હતા. આ તકનો લાભ લઈ લૂંટારુઓ બાઇક લઇ પાલડી સર્કલ તરફ નાસી ગયા હતા. આ લૂંટના ગુનાને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સાત ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.
2/4
રતનપોળમાં આવેલી માધવલાલ મગનલાલ પટેલ આંગડિયા પેઢીમાં મુકેશભાઇ સોમાભાઇ પટેલ (ઉં.વ.૪પ, રહે. બલોલ ગામ) નોકરી કરે છે. આજે વહેલી સવારે ૭ વાગ્યે મુકેશભાઇ રતનપોળની ઓફિસથી બે થેલા લઇને આંગડિયાની જ બોલેરો ગાડીમાં બેસી પાલડી એસટી બસના બસસ્ટેન્ડ પર ઊતર્યા હતા. તેમને બસમાં બેસીને મહેસાણા જવાનું હતું. દરમિયાન બાઇક લઇને અગાઉથી ઊભેલા બે શખ્સોએ મુકેશભાઇ પાસે રહેલા બે થેલા છીનવ્યા હતા.
3/4
અંદાજીત 14.37 લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચાલવાઈ છે. દીવાળી સમયે કોઈ પણ અઘટિત ઘટના ન બને તેના માટે પોલીસ પ્રિ-એક્શન પ્લાન બનાવતી હોય છે. પરંતુ લૂંટારુઓ પણ પોલીસ કરતા એક સ્ટેપ આગળ હોય તેમ પોલીસના એક્શન પ્લાનના લીરે-લીરા ઉડાડી દેવામાં તત્પર છે. પાલડી વિસ્તારમાં આજે બનેલી લૂંટની ઘટનાએ શહેર પોલીસનું નાક કાપી નાખ્યું છે.
4/4
અમદાવાદઃ આજે વહેલી સવારે પાલડી બસ સ્ટેન્ડની પાસે એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 14.37 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. બાઇક પર લૂંટ કરવા આવેલા આ લૂંટારું સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. સીસીટીવીમાં આ લૂંટારુઓ સ્પષ્ટ દેખાઇ આવે છે. આ લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મીને છરી બતાવી તેની સાથે ઝપાઝપી કરી બે થેલા લઇ ફરાર થઇ ગયા હતા.