આ બાનવ અંગે સોલા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે સોલા પોલીસ ઘટનાસ્થળે દોડા આવી હતી. તે સિવાય આરોપીઓ અમદાવાદ બહાર ભાગી જાય તે પહેલા શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને તેમની શોધ કરવામાં આવી રહી છે.
2/4
આ દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સો મહિલા પાસે આવીને ઊભા રહ્યા હતાં. જેમાં પાછળ સીટ પર બેઠેલા શખ્સે પલકવારમાં અક્ષિતાને તેની માતા પાસેથી ઝૂંટવી લીધી હતી અને બાઈક પર પુરપાટ ઝડપે પલાયન થઈ ગયા હતા.
3/4
અમદાવાદના ગોતા વિસ્તારમાં સોલા બ્રિજ નજીક પ્રાથના લેવીસ બિલ્ડીંગમાં રહેતી કૃષ્ણકુમારી સિંઘ નામની મહિલા 26 જુલાઈના રોજ રાત્રે તેના ઘર નજીક જગતપુર રોડ પરથી પોતાની બે માસની બાળકી અક્ષિતાને લઈને જઈ રહી હતી.
4/4
અમદાવાદના ગોતા વિસ્તારમાં રાત્રે પોતાની બે માસની બાળકીને લઈને જઈ રહેલી મહિલાના હાથમાંથી બાઈક પર આવેલા બે શખ્સો ફરાર થતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં શહેરમાં નાકાબંધી કરી દેવમાં આવી હતી અને આ શખ્સોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.