અમદાવાદઃ રાજ્યના તમામ નાના-મોટા પક્ષ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશમા પટેલે પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું મન બનાવી લીધુ છે. તેમણે જણાવ્યું કે, હું પોરબંદરની બેઠક પરથી ચૂંટણી લડીશ. કયા પક્ષમાંથી ચૂંટણી લડીશ તે નક્કી નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડીશ.
2/3
રેશમા પટેલ સૌરાષ્ટ્રથી લોકસભાની ચૂંટણી લડે તેવી પહેલાથી જ શક્યતા હતી. રેશમા પટેલનું વતન જૂનાગઢનું ઝાંઝરડા ગામ છે. જેના કારણે તેઓ જૂનાગઢ સીટ પરથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા હતી. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેણે અહીંથી મતદાન કર્યું હતું
3/3
થોડા દિવસો પહેલા રેશમા પટેલે સ્પષ્ટતા કરી છે કે, તે કોઈ પક્ષના ફાયદા માટે ચૂંટણી નહી લડે પરંતુ સમાજ માટે ચૂંટણી લડશે. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા રેશમા પટેલે હાર્દિક પટેલનો સાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો, પરંતુ સમય જતા ભાજપમાં રેશ્મા પટેલને હાંસીયામાં ધકેલી દેવામાં આવ્યા હતા જેના કારણે રેશમા પટેલ અવારનવાર બીજેપી સામે બાયો ચઢાવી હતી.