Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
કૉંગ્રેસમાં જોડાયા બાદ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ખુલીને વાત કરી. પૈસા કમાવવા આખી બીટીપીને તોડવાનું કેટલાક લોકોએ કામ કર્યુ હોવાનો મહેશ વસાવાએ આરોપ લગાવ્યો. સાથે જ કહ્યું કે આંતરિક ઝઘડાને લીધે બીટીપી નબળી પડી. ચૈતર વસાવા પર નિશાન સાધતા મહેશ વસાવાએ BTPના ડેટા ચોરી કરી લોકોના સંપર્કમાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો. એટલુ જ નહીં. આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ લગાવી ચૈતર વસાવા કૉંગ્રેસને નુકસાન કરતા હોવાનો અને ભાજપ અંદરખાને ચૈતર વસાવાને મદદ કરતા હોવાનો પણ મહેશ વસાવાએ આરોપ લગાવી દીધો. પિતા છોટુ વસાવાએ સોશલ મીડિયા પર કરેલી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા મહેશ વસાવાએ કહ્યું કે મારા પિતા મારા ગુરુ છે.. તે બે તમાચા મારે તો પણ ખાઈ લેવા પડે..
















