સરખેજ ગાંધીનગર હાઈવે, સાણંદ, બોપલ, સોલા, પ્રહલાદનગર, શીલજ, સેટેલાઈટ સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.
2/6
હવામાન વિભાગે 8 તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે તેવી આગાહી કરી હતી. દિવસે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
3/6
બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં 8 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.
4/6
5/6
અમદાવાદ: લાંબા વિરામ બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પણ ટ્રાફિકજામ સર્જાયો હતો. સાણંદ, બોપાલ, ઘુમા, અડાલજ, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, સોલા, પ્રહલાદનગર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. જેના કારણે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
6/6
ગાંધીનગરના કડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. જ્યાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.