શોધખોળ કરો
હોમઅમદાવાદગુજરાત ભાજપનાં પાટીદાર મહિલા નેતાના પુત્રની બ્લેક મની વ્હાઈટ કરવાના પેરેડાઈઝ કૌભાંડમાં સંડોવણી ? જાણો નામ
ગુજરાત ભાજપનાં પાટીદાર મહિલા નેતાના પુત્રની બ્લેક મની વ્હાઈટ કરવાના પેરેડાઈઝ કૌભાંડમાં સંડોવણી ? જાણો નામ
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 08 Nov 2017 10:31 AM (IST)
1/8

હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે જ ભાજપનાં મહિલા પાટીદાર નેતાના પુત્રનું નામ પેરેડાઈઝ પેપર્સમાં ખૂલતાં ચૂંટણીમાં આ મુદ્દો ગાજી શકે છે. ભાજપ બ્લેક મની સામે લડવાની વાતો કરે છે ત્યારે તેમનાં જ નેતાની સંડોવણી તેની હાલત બગાડી શકે છે.
2/8

3/8

અબજો રૂપિયા બ્લેક મની ધરાવતા ભારતનાં મોટાં માથાંએ આ કાળા નાણાંને ધોળા કરવા માટે બર્મુડા બેઝ કંપની એપલ બી તથા સિંગાપોર બેઝ કંપની એશિયા સીટીનો સંપર્ક કર્યો હતો. આ બે કંપનીઓનું બ્લેક મનીને વ્હાઈટ કરી આપવાનો કોન્ટ્રાક્ટ લેતચી ને તેના બદલામાં તગડું કમિશન મેળવતી હતી.
4/8

અંકિત પટેલ એ પછી સ્ટુડન્ટ વિઝા ઉપર વિદેશ ગયો હતો. પેરેડાઇઝ પેપર લીકમાં એવું બહાર આવ્યું છે કે, સિંગાપોરની એશિયા સીટી કંપની અને બર્મુડાની એપલ બી કંપનીએ વિશ્વના 19 ટેક્સ હેવન દેશોમાંથી એક આફ્રો-યુરોપિયન દેશ માલ્ટામાં કંપની ઉભી કરી હતી જેના થકી કરોડો રૂપિયાના કાળા નાણાં ધોળા કરવામાં આવ્યા છે.
5/8

ભાજપનાં મહિલા નેતા ભાવનાબહેન પ્રમુખભાઇ પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં કે.કે. નગરની સામે અભિનંદન સોસાયટીમાં રહે છે. તેમનો દીકરો અંકિત પટેલ અને બિહારના મોહમ્મદ ઇકબાલ ખાન ભૂતકાળમાં માલ્ટા જઇ આવેલા છે. અંકિત પટેલ ૨૦૦૬ તે પહેલાં ટુરિસ્ટ વીઝા ઉપર સાત દિવસ માટે માલ્ટા ગયો હતો.
6/8

આ કંપનીના ડિરેક્ટર તરીકે અંકિત પ્રમુખભાઇ પટેલ છે. અંકિત પટેલ ઘાટલોડિયાનાં ભાજપનાં કોર્પોરેટર ભાવનાબહેન પ્રમુખભાઇ પટેલનો દીકરો છે. હાલમાં અંકિત અમેરિકા રહે છે. અંકિત પટેલ અને બિહારના મોહમ્મદ ઇકબાલ ખાન માલ્ટાની એક કંપનીમાં ડિરેક્ટર હોવાનો પેરેડાઈઝ પેપર્સમાં ઉલ્લેખ છે.
7/8

આ મહિલા નેતાના પુત્રે રાજ્યની ટોચની વ્યક્તિઓનાં કાળાં નાણાં આ કંપની મારફતે ધોળાં કરીને દેશને અબજો રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. બર્મુડા અને સિંગાપોરની બે કંપનીઓએ જે ફ્રોડ કંપનીઓ ઉભી કરી દેશનાં મોટાં માથાંના અબજોના કાળા નાણાંનું રોકાણ કરી ધોળા કરવાનો ગોરખધંધો કર્યો તે પૈકીની એક કંપની માલ્ટામાં નોંધાઈ હતી.
8/8

અમદાવાદઃ આખી દુનિયામાં ખળભળાટ મચાવનારા પેરેડાઇઝ પેપર લીકના અબજો રૂપિયાના કાળા નાણાં ધોળા કરવાના કૌભાંડમાં ગુજરાત ભાજપનાં મહિલા નેતાના પુત્રનું નામ બહાર આવતાં ખળભળાટ મચ્યો છે. ભાજપનાં મહિલા નેતાના પુત્ર માલ્ટાની કંપનીમાં ડિરેક્ટર હતા ને આ કંપની મારફતે આ ખેલ કરાયો છે.
Published at : 08 Nov 2017 10:31 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
અમદાવાદ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
અમદાવાદ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અમદાવાદ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ટ્રેન્ડિંગ સમાચાર






















