પાટીદાર આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, સરકારના દબાણથી બેઠક શરૂ થઈ હતી ત્યારે જ લાઈટ બંધ કરી દેવાઈ હતી કે જેથી બેઠક ના મળે. બીજી તરફ હોટલના માલિકે દાવો કર્યો હતો કે, પાટીદાર આગેવાનોએ સમાજના ગેટ ટુગેધરના નામે બેઠક બોલાવી હતી. એ છતાં તેમણે રાજકીય ચર્ચા ચાલુ રાખી હતી ને પછી દાદાગીરી કરી હતી.
2/4
રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે સોલા ખાતે એક હોટલમાં સોમવારે એક બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન હોટલના માલિકે વચ્ચે જ લાઈટ બંધ કરી દેતાં ભારે વિખવાદ થયો હતો. આ વિખવાદમાં બાંભણીયા કેન્દ્રસ્થાને હતા.
3/4
અમદાવાદમાં ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં બાંભણીયા અવારનવાર કોર્ટમાં ગેરહાજર રહેતાં કોર્ટે તેની સામે વોરંટ બહાર પાડ્યું હતું. આ વોરંટ બિનજામીનપાત્ર હોવાથી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. રાજદ્રોહના કેસમાં નોન બેલેબલ વોરંટને આધારે ધરપકડ થતાં હવે બાંભણિયાએ ફરી જામીન લેવા પડશે.
4/4
અમદાવાદઃ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે પાટીદાર આગેવાનો મથી રહ્યા છે ત્યાં વધુ એક પાસ નેતાને જેલભેગો કરી દેવો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મંગળવારે સવારે દિનેશ બાંભણીયાની ધરપકડ કરી જેલભેદો કરી દીધો છે.