પરેશ ગર્લફ્રેન્ડ સાથે હોટલના રૂમમાં જતાં પત્ની પણ ત્યાં પહોંચી હતી અને પરેશને ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા માણતાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પતિ સાથે ઝડપાયેલી પ્રેમિકાને માર માર્યો હતો. આ પછી પ્રિયાએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને પરેશ અને તેની પ્રેમિકા સામે વ્યભિચારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
6/7
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ચાંદખેડામાં પરેશ(નામ બદલ્યું છે) પત્ની પ્રિયા(નામ બદલ્યું છે) રહે છે. પરેશને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધની જાણ તેની પત્નીને થતાં તેણે પતિનો પીછો કર્યો હતો. પતિ શહેરની હોટલમાં ગર્લફ્રેન્ડને લઈને પહોંચતા પત્ની પણ ત્યાં પહોંચી હતી.
7/7
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પતિ-પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિ હોટલના રૂમમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા માણતો હતો, ત્યારે તેને પત્નીએ રંગહાથે ઝડપી પાડ્યો હતો અને પછી પોલીસને બોલાવતાં થોડીવાર માટે હોટલમાં દોડાદોડી થઈ ગઈ હતી.