મોનિકા મોદી તરફથી સીનીયર એડવોકેટ સુધીર નાણાવટી અને રાજીવ મોદી તરફથી શાલિન મહેતાની હાજરીમાં આ શરતો નક્કી થઈ હતી. સોલા પોલીસ સ્ટેશનમાં નક્કી થયા પ્રમાણે રાજીવ મોદીએ રૂપિયા 200 કરોડ આંબાવાડીની બેંક ઓફ બરોડામાં એક એસ્ક્રો એકાઉન્ટ ખોલાવી ભરી દીધા હતા. જ્યારે મોનિકાએ તેના હક્કો છોડી દેવા માટેના દસ્તાવેજો ઉપર સહીઓ કરી દીધી હતી.
2/6
ફેમીલી કોર્ટના ચુકાદા બાદ બન્ને વચ્ચે થયેલી સમજૂતી મુજબ એસ્ક્રો એજન્ટ મોનિકા મોદીને રાજીવ મોદી તરફથી 200 કરોડનો ડ્રાફ્ટ આપશે, જ્યારે કેડિલા ફાર્માસ્યુટિક્લમાંથી હક્ક જતાં કરવાના મોનિકા મોદીની સહી કરેલા દસ્તાવેજો રાજીવ મોદીને આપવામાં આવશે. દેશભરમાં સૌથી મોટી રકમનું કાયમી ભરણપોષણ લઈ છુટાછેડા લેવાયા હોય એવી આ બીજી ઘટના છે. અગાઉ ફિલ્મસ્ટાર ઋત્વિક રોશને સુઝાનખાનને 400 કરોડ ચુકવીને છુટાછેડા મેળવ્યા હતા.
3/6
આ એસ્ક્રો એકાઉન્ટ અને દસ્તાવેજો એ બંને પક્ષકારોના વકીલોના એસ્ક્રો એજન્ટ પાસે સંયુક્તપણે રાખવામાં આવ્યું હતું. છૂટાછેડાની ડિક્રી પર કોર્ટની મોહર વાગે તે પછી પરસ્પર આપ લે કરવામાં આવશે. ત્યારબાદ બન્નેએ સંમતિથી કોર્ટમાં અરજી કરીને સુપ્રિમ કોર્ટે તાજેતરમાં છુટાછેડાનો સંમતિના કેસમાં ઝડપી નિર્ણય લેવા કરેલા આદેશનો ચુકાદો ટાંક્યો હતો.
4/6
કેડિલા ફાર્માસ્યુટિક્લના માલિક રાજીવ મોદી અને તેમની પત્ની મોનિકા વચ્ચે 29મી ઓગષ્ટના રોજ છુટાછેડા લેવાનું નક્કી થયું હતું. જેમાં કેડિલા ફાર્માસ્યુટિક્લના માલિક રાજીવ મોદીએ પત્નીને કાયમી ભરણપોષણ પેટે રૂપિયા 200 કરોડ આપવાના અને તેના બદલામાં મોનિકાએ કેડિલા ફાર્મા સહિતની રાજીવ મોદીની તમામ સંપત્તિ પરથી હક્કો જતાં કરવાની શરત રાખવામાં આવી હતી.
5/6
ત્યારે બન્ને જણાંએ કોર્ટને કહ્યું હતું કે, 2012થી લગ્ન જીવનના હક્ક ભોગવતા નથી અને અમે બન્ને જણાં સંમત્તિથી છુટા થવા માંગીએ છીએ. ત્યારબાદ ફેમીલી કોર્ટે છુટેછેડાની અરજીનો ચુકાદો 30મી ઓક્ટોબરે રાખ્યો છે.
6/6
અમદાવાદ: કેડિલા ફાર્માસ્યુટિક્લના માલિક રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા મોદીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમીલી કોર્ટમાં અરસ-પરસની સંમતિથી છુટાછેડા મેળવવા માટે કરેલી અરજીના સંદર્ભમાં બન્ને જણાં સોમવારે ફેમીલી કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં ફેમીલી કોર્ટના જજે બન્ને લોકોના નામ પુછ્યા બાદ કહ્યું હતું કે, છુટાછેડાની અરજી ઉપર ફેરવિચારણા કરવી છે કે કેમ?