શોધખોળ કરો
બીટકોઈન કેસ: નલિન કોટડિયાની ગમે ત્યારે થશે ધરપકડ? ભૂગર્ભમાં ઉતર્યા બાદ તેમની પત્નીએ શું કહ્યું, જાણો વિગત
1/7

અમદાવાદ: બિટકોઈન કૌંભાડે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી દીધી છે. આ સમગ્ર કૌંભાડમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ ખુલ્યું છે. બીટકોઈન કૌંભાડમાં નલિન કોટડિયાનું નામ ખુલતા જ તેઓ ગાયબ થઈ ગયા છે. શુક્રવારે નલિન કોટડિયાને CID ક્રાઈમે પૂછપરછ માટે બોલાવ્યા હતાં, પરંતુ તેઓ આવ્યા નહોતા. જ્યારે આજે ફરી તેમને બપોરે ત્રણ વાગે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જોકે કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેવું જાણવા મળ્યું છે.
2/7

ચોંકાવનારી વિગત એ છે કે ધવલ માવાણી નામનો બીટકોઈન ઓપરેટર 20થી 25 હજાર બીટકોઈન સાથે રફ્ફુચક્કર થઈ ગયો છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઈન્કમટેક્સના નામે કરોડો રૂપિયાનો તોડ થતાં ધવલ માવાણી હાલ સિંગાપોર ભાગી ગયો છે. ધવલ સિંગાપોરથી ઈન્ડોનેશિયા થઈ યુરોપના કોઈ દેશમાં સંતાયો હોવાનું જાણવા મળ્યું છે.
Published at : 05 May 2018 02:29 PM (IST)
View More



















