થાણે અને અમદાવાદના કોલસેન્ટરોમાંથી સાગરના માણસો વિદેશના વૃદ્ધોને ફોન કરીને લોનના બાકી નીકળતા પૈસા ભરવા ધમકી આપતા હતા. આ કૌભાંડમાંથી સાગરની રોજની આવક રૂપિયા 2કરોડ જેટલી હોવાનું પોલીસ સૂત્રો કહે છે.
2/6
અમદાવાદ: અમેરિકાના નાગરિકોને કોલ સેન્ટરમાંથી ફોન કરીને ધમકાવીને તેમની પાસેથી નાણાં પડાવવાના કૌભાંડના માસ્ટર માઈન્ડ સાગર ઠક્કરનું ભારતીય ક્રિકેટ ટીમના સુપર સ્ટાર વિરાટ કોહલી સાથેનું કનેક્શન બહાર આવ્યું છે.
3/6
હાલમાં યુએસ-ઈન્ટરનેશનલ રેવન્યુ સર્વિસ (આઈઆરએસ) કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને થાણે પોલીસ સાગર અને રીમાને શોધી રહી છે. સાગરના અમદાવાદમાં 20 જેટલા ગેરકાયદે કોલસેટરો ધમધમે છે. મુંબઈ અને થાણેમાં પણ તેનાં 6 કોલ સેન્ટર હતાં.
4/6
સાગર પોતાની આ ઑડી કાર લઇને સૈગી મોડી રાતે અમદાવાદ હાઈવે પર રેસીંગ પણ કરતો હતો. સાગર અને તેની બહેન રીમા પોતાના કર્મચારીઓને પગાર આપવા માટે ફાઈવ સ્ટાર હોટલમાં બોલવતાં ત્યારે આ ઑડી કારમાં જ આવતાં.
5/6
સાગરે ચંદીગઢ પાસિંગની ઑડી-આર-8 (એલએમએકસ) રૂપિયા 2.47 કરોડ આપીને એક હરાજીમાંથી ખરીદી હતી. આ કારની ચાવી ક્રિકેટર વિરાટ કોહલીના હાથે સાગરને અપાઈ હતી. વિરાટ સાગરને ઓળખતો પણ નહીં હોય પણ
6/6
જો કે બીજી કોઈ ખરાબ ધારણા બાંધવાની જરૂર નથી ને કોહલી સાગર સાથે સંકળાયેલો છે તેવી અટકળ કરવાની પણ જરૂર નથી. વાત એમ છે કે સાગર ઠક્કર પાસે જે ઑડી-આર-8 (એલએમએકસ) કાર છે તેની ચાવી કોહલીના હાથે તેને મળી હતી.