આ પૈસા જુદી જુદી ઓફિસોના અધિકારીઓ અને એજન્ટો મારફતે કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા હતા. એટલું જ નહીં આ કૌભાંડ 2 વર્ષથી ચાલતું હોવાથી એસીબીએ કૌભાંડના જડમૂળ સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.
2/6
જેના આધારે એસીબીએ પાંચેય અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. એસીબીની તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે ગુજરાત રાજ્યમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા.
3/6
જેમાં મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ. 56.50 લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે એસીબીની ટીમે પાંચેય અધિકારીઓના ઘરે પણ દરોડા પાડ્યા હતા. જેમાં એમ.કે.દેસાઇના ઘરેથી વધુ રૂ. 63 લાખ અને પાંચેયના ઘરેથી રૂ.56 લાખનું રાચરચિલું મળી આવ્યું હતું.
4/6
જોકે દેત્રોજા અને તેમના 4 આસિસ્ટન્ટ વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો હોવાથી વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાંચે તેમને એસીબીને સોંપી દીધો હતો. ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે મળેલી સંખ્યાબંધ ફરિયાદોના આધારે તારીખ 12 એપ્રિલને ગુરુવારે એસીબીએ દરોડા પાડ્યા હતા.
5/6
પોલીસે દેત્રોજાની ગાડી જોઈને તેમને રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ તેમણે ગાડી રોકી ન હતી અને ગાડી રિવર્સમાં લઈ ક્રાઈમ બ્રાંચના માણસોને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગાડી લઈને સાયન્સ સિટી રોડ ઉપર ભાગ્યો હતો. જોકે ક્રાઈમ બ્રાંચની ટીમે અંદાજે 4 કિલો મીટર સુધી ગાડીનો પીછો કરીને દેત્રોજાને ઝડપી પાડ્યો હતો.
6/6
અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના ભ્રષ્ટ મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર કનૈયાલાલ સુંદરજી દેત્રોજાની ક્રાઈમ બ્રાંચે સાયન્સ સિટી રોડ ઉપર આવેલી સિમ્સ હોસ્પિટલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. દેત્રોજા ગાડીમાં સોલા ભાગવત વિદ્યાપીઠ પાસેથી પસાર થવાના હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જેના આધારે તેની ધરપકડ થઈ ગઈ.