આ ઉપરાંત રાયબરેલી સરદારના ધારાસભ્ય અદિતી સિંહને મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે.
2/4
ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ સંગઠનમાં ઘણાં પદો પર ફેરફાર કરવામાં આવ્યા છે. આ અગાઉ કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદ અહમદ પટેલને પાર્ટીના ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ હવે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
3/4
રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપતા બિહાર કોંગ્રેસના સેક્રેટરી અને પાર્ટીના કો-ઇન્ચાર્જ બનાવાયા છે. અલ્પેશ ઠાકોરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.
4/4
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસ સેક્રેટરી અને પાર્ટીના કો-ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.