શોધખોળ કરો
વણઝારા અને ખંડવાવાલા NGO શરૂ કરશે, શું હશે આ NGOની કામગીરી ? કોને કરશે વણઝારા મદદ? જાણો
1/5

વણઝારાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે અને ભારત પણ તેનો સામનો કરી રહ્યું છે. દેશમાં આતંકવાદીઓના હક્કોના રક્ષણ માટે અનેક એનજીઓ છે પરંતુ આતંકવાદનો ભોગ બનેલાઓના અધિકારોને રક્ષણ મળે એ માટે અમે એનજીઓ બનાવ્યું છે.
2/5

અમદાવાદમાં પાલડીના ટોગાર હોલમાં 9 ઓક્ટોબરે એક ભવ્ય કાર્યક્રમ યોજીને આ એનજીઓને લોંચ કરાશે તેમ વણઝારાએ જણાવ્યું છે. આ એનજીઓમાં વણઝારા જનરલ સેક્રેટરી તરીકે કામ કરશે જ્યારે ખંડવાવાલા ચેરમેન અને રઘુવંશી વાઈસ ચેરમેન હશે. એન્કાઉન્ટર કેસમાં વણઝારા વતી કેસ લડી રહેલા વી.ડી.ગજ્જરને સેક્રેટરીપદ અપાયું છે.
Published at : 02 Oct 2016 11:23 AM (IST)
View More





















