શોધખોળ કરો
શિક્ષણમંત્રી ચુડાસમાના મતવિસ્તારમાં જ ચાલતી ખાનગી યુનિવર્સિટીમાં ડિગ્રી કૌભાંડથી 488 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ, જાણો વિગત
1/5

ખાનગી યુનિવર્સિટી બિલ-2009 હેઠળ વિધાનસભામાં રાય યુનિવર્સિટીને માન્યતા આપી છે. જે તે વખતે ભાજપ સરકારમાં રમણલાલ વોરા રાજ્યના શિક્ષણમંત્રી હતા. જો યુનિવર્સિટીમાં ચાલતા કોર્સની માન્યતા જ નથી તો યુનિવર્સિટીને માન્યતા કેવી રીતે મળી એ એક પ્રશ્નાર્થ છે. આ ડિગ્રી કૌભાંડ પહેલા 2016માં અમદાવાદના જાગૃત નાગરિક તરીકે હાર્દિક નાગરે RTI હેઠળ ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચર રિર્સચને પણ બીએસસી એગ્રિકલ્ચરની ડિગ્રી વિશે પ્રશ્નાર્થ કર્યો હતો. પરંતુ આ ડિગ્રીને લઇ હાલના શિક્ષણમંત્રી સહિત તમામને વિદ્યાર્થીઓના અદ્ધરતાલ રહેલા ભવિષ્યની કોઈ પડી જ નથી.
2/5

ધોળકા તાલુકાના સરોડા સ્થિત રાય યુનિવર્સિટીને મંજૂરી છે, પણ યુનિવર્સિટીમાં ચાલતા બીએસસી એગ્રીકલ્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર 488 વિદ્યાર્થીને રાજયની તમામ સરકારી કૃષિ યુનિવર્સિટીમાં એમએસસી એગીકલ્ચરમાં પ્રવેશ માટે અમાન્ય ઠર્યા છે. તેઓને દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી સહિતની સરકારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓ એવું કહે છે કે આપ અમારી એન્ટ્રન્સ એક્ઝામ આપી નહીં શકો. આપનો કોર્સ જ માન્ય નથી.
Published at : 02 Aug 2018 02:29 PM (IST)
View More





















