નોંધનીય છે કે ગુજરાત સરકારે છઠ્ઠા પગાર પંચનો પૂરો અમલ કર્યો નથી અને હજુસુધી મેડિકલ, એચઆરએ સહિતના ભથ્થાં કેન્દ્રના ધોરણે અપાતા નથી. આ સિવાય 10-20-30ના ઉચ્ચતર પગારધોરણનો લાભ શિક્ષકોને આપ્યો છે પરંતુ અન્ય કેડરમાં તેનો અમલ કરાયો નથી. એક જ સરકારમાં કર્મચારીઓ માટે જુદા જુદા ધોરણો અપ્નાવવામાં આવ્યા છે.
2/3
અમદાવાદઃ કેન્દ્ર સરકારે સાતમા પગારપંચ અંગે પરિપત્ર બહાર પાડી દીધો છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ઓગસ્ટ મહિનાથી જ પગાર વધારો મળવાની શક્યતા છે. કેન્દ્રના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મળ્યા બાદ ગુજરાત સરકાર પણ પોતાના કર્મચારીઓને આ લાભ ક્યારે આપશે તે જોવાનું રહેશે. જોકે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ ક્યારથી આપવો, તે નક્કી કરવા માટે મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરાશે ત્યારબાદ આ અંગેનો નિર્ણય લેવાશે.
3/3
ગુજરાત રાજ્યના નાણાં મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે, કેન્દ્રના નોટિફિકેશનના અભ્યાસ માટે બે સપ્તાહમાં સમિતિ રચાશે. તેના રિપોર્ટ પર વિચાર માટે મંત્રીઓની સમિતિ રચાશે જેની ભલામણો પરથી રાજ્યમાં પગારપંચના અમલનો નિર્ણય લેવાશે.