મગફળીના જથ્થામાં ધૂળ ભેળવવાના કૌભાંડમાં પોલીસે બુધવારે જેતપુરના વિશાલ નામના શખ્સને દબોચી લીધો હતો. મગફળીમાં ધૂળ ભેળવવામાં વિશાલની વરવી ભૂમિકા હતી. વિશાલે પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા. જેતપુર પાસેના ગોડાઉનમાં માટીની ભેળસેળ કરવામાં આવતી હોવાની કેફિયત આપી હતી. ભેળસેળમાં અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ તે બાબતે પોલીસે વિશાલની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.
2/5
મગફળી કાંડને લઈને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાલ દિલ્હીમાં છે. તેમની સાથે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ ખુલાસા કરવાના છે. ભાજપ બેકફૂટ પર છે ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ કરવાનું નાટક કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
3/5
વાઘાણીએ સવાલ કર્યો હતો કે, વાઘજી બોડાએ રાજીનામું કેમ આપવું પડ્યું? કોંગ્રેસના સમયમાં કેટલાક ભ્રષ્ટાચાર થયા? કોંગ્રેસ પહેલા પોતાનું ઘર સંભાળે. સાથે જ કોંગ્રેસ ગુનાહિત પ્રવૃતિ કરનારને છાવરે છે તેવો આક્ષેપ કર્યો હતો અને કોંગ્રેસ હજુ કેટલાકને બચાવવા માંગે છે તેવો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો.
4/5
અમદાવાદ: માળિયા હાટીનાની મોટી ધણેજ સહકારી મંડળીએ ખરીદેલી મગફળીમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં માળિયાના તાલુકા ભાજપ પ્રમુખ અને યુવા મોરચાના ઉપપ્રમુખના નામ ખૂલતાં બંનેને ભાજપે સસ્પેન્ડ કર્યાં હતા. મગફળી કૌભાંડને કોંગ્રેસ-ભાજપ સામે રાષ્ટ્રીય મુદ્દો બનાવવા જઈ રહી છે.
5/5
ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પરેશ ધાનાણી દિલ્હીમાં મગફળી કાંડને રાષ્ટ્રીય મુદ્દો બનાવવા છે એ બાબતને ધ્યાને રાખીને એક પત્રકાર પરિષદ યોજી હતી અને વળતો પ્રહાર કરીને આક્ષેપ કર્યો હતો.