શોધખોળ કરો
અલ્પેશ ઠાકોર આજે કરશે સદભાવના ઉપવાસ, જાણો વિગત

1/4

ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાઓ અંગે અલ્પેશ ઠાકોરને દોષિત ગણાવવામાં આવ્યો છે. પરપ્રાંતિયો પર હુમલા તેમજ ઢુંઢર ખાતે 14 માસની બાળકી પર થયેલા બળાત્કારના વિરોધમાં અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
2/4

એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરપ્રાંતિયો પર હુમલાને લઈને અલ્પેશ પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ તેમના વિરુદ્ધ સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પોસ્ટર્સ લાગ્યા છે.
3/4

અમદાવાદઃ રાજ્યમાં ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે શાંતિ-ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અમદાવાદમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. અલ્પેશ રાણીપ ખાતે પોતાના નિવાસ્થાને જ ઉપવાસ પર બેસશે. આજે બપોર પછી વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર ઉપવાસ સ્થળ પર આવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
4/4

ઠાકોરોની બહુમતી ધરાવતા ગામોમાં લાગેલા પોસ્ટર્સમાં કહેવામાં આવ્યું છે કે નીતિન પટેલ માફી માંગે નહીં તો આ વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમો થવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં નીતિન પટેલને અહીં ઘૂસવા દેવામાં નહીં આવે.
Published at : 11 Oct 2018 09:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
