શોધખોળ કરો
આજે હાર્દિક પટેલ કરી શકે છે પારણાં? ક્યા પાટીદાર મધ્યસ્થી માટે તૈયાર? જાણો વિગત

1/6

મનોજ પનારાએ જણાવ્યું કે, નરેશ પટેલ સમગ્ર મુદ્દે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. તે સારી વાત છે નરેશ પટેલ અમારા વડીલ છે, જો તેઓ કહેશે તો જરૂર સરકાર સાથે વાતચીત કરવામાં આવશે.
2/6

નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો જરૂર મધ્યસ્થી બનીશ. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી, પાસ અને સરકાર સાથે ચર્ચાઓ કરી રહી છે. બન્ને પક્ષ હા પાડી છે. ત્યારે ચોક્કસ કહી શકાય છે કે હાર્દિક પટેલના આંદોલનનો અંત આવી શકે છે.
3/6

હાર્દિક પટેલના ઉપવાસનો આજે 14મો દિવસ છે. આજે નરેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી બનવા તૈયાર છું. તો બીજી બાજુ સરકાર અને પાસે નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે અને સમગ્ર મુદ્દે આજે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાશ તેવું લાગી રહ્યું છે.
4/6

પાસનું હકારાત્મક વલણ અપનાવતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ આજે હાર્દિક પટેલને પારણાં કરાવે તેવી શક્યતા છે. શુક્રવારે અમદાવાદ ખાતે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુભાંણી અને પાસ કન્વીનરોની બેઠક મળશે અને મધ્યસ્થીમાં વાત બની તો આજે જ હાર્દિકના પારણાં કરાવવામાં આવશે.
5/6

પાટીદારોમાં એવી ચર્ચા છે કે કાગવડ ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ મધ્યસ્થી કરે તેવી શક્યતા છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે જો પાસ અને સરકાર ઈચ્છે તો જ હું મધ્યસ્થી બનવા તૈયાર છું. જોકે તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે. આર્થિક રીતે નબળા વર્ગને અનામત મળવું જોઈએ. હું સંપૂર્ણ પ્રયાસ કરીશ કે હાર્દિક આજે પારણા કરી લે.
6/6

મનોજ પનારાએ જણાવ્યું કે, નરેશ પટેલ સમગ્ર મુદ્દે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. તે સારી વાત છે નરેશ પટેલ અમારા વડીલ છે, જો તેઓ કહેશે તો જરૂર સરકાર સાથે વાતચીત કરવામાં આવશે.
Published at : 07 Sep 2018 09:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
