શોધખોળ કરો
હાર્દિક પટેલે PAASની ભાજપ સરકાર સાથેની મંત્રણા પછી શું કર્યો પ્રહાર? જાણો
1/6

પાસ વતી દાવો કરવામાં આવ્યો છે કે, પાસ અને સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. પાસ કન્વીનરોનો દાવો છે કે, પૂરતા હોમવર્ક, નક્કર આયોજન વગર અને યોગ્ય સત્તા વગર સરકારના પ્રતિનિધિ મંડળે બેઠક યોજી હતી. સરકાર જો ટાઈમ પાસની ટેક્નિક અપનાવશે તો પાસ અત્યારે છે તેના કરતાં પણ વધારે જલદ આંદોલન છેડશે.
2/6

હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતાં જમાવ્યું હતું કે, આ સમય કાઢવાની વાત છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અનામત બાબતે યોગ્ય નિર્ણય સરકાર તરફથી નથી. ગુજરાતની સરકાર સ્વતંત્ર નથી. દિલ્લીથી નિર્ણય લેવાય છે.
3/6

બેઠક પછી સરકારના પ્રતિનિધી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાસ તરફથી 11 કન્વીનર્સ ચર્ચા માટે આવ્યા હતા. પાસ ઉપરાંત એસપીજી અને અન્ય સંગઠન સાથે પણ ચર્ચા થશે. દરેક પાસાનો બંધારણીય, કાયદાકીય અભ્યાસ કરવા અંગે ચર્ચા થઈ હતી.
4/6

ગાંધીનગરઃ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના 11 કન્વીનર્સ અને ગુજરાતની ભાજપ સરકાર સાથે ગાંધીનગર સ્થિત વનચેતના ખાતે બેઠક મળી હતી. આ બેઠક પછી હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ બેઠકને સાવ નિષ્ફળ ગણાવી છે. તેણે જણાવ્યું હતું કે, આજે પાટીદાર સમાજ વતી ૧૧ કન્વીનર ગુજરાત ભાજપ સરકાર સાથે ચર્ચા કરવા માટે ગયા હતા, પરંતુ સરકાર પાટીદાર સમાજ વિરુદ્ધ જ છે તે સપષ્ટ સંદેશો આપી દીધો છે.
5/6

હાર્દિકે ઉમેર્યું હતું કે, સરકાર પાસે કોઈ જ સત્તા નથી. સરકારે લેશન પૂરું નથી કર્યું. તેણે એમ પણ ઉમેર્યું હતું કે, હવે અમે સોમવારની રાહ જોઈએ છીએ. હવે સોમવાર બાદ રાજ્યમાં આંદોલન મજબૂત રીતે ચાલશે., તેમ હાર્દિકે જણાવ્યું હતું.
6/6

આગામી સોમવાર સુધીમાં પાર્ટીના હાઈકમાન્ડ અને મુખ્યમંત્રી સાથે મસલત કરી સરકાર આગળનો જવાબ આપશે. 4 મુદ્દાઓને લઈને પાસે આજે રજૂઆત કરી હતી. સંપૂર્ણ બંધારણીય રીતે અનામત પાટીદાર સમાજને મળવું જોઈએ, તેવી પાસની માગણી છે.
Published at : 01 Dec 2016 05:39 PM (IST)
View More
Advertisement





















