હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું છે કે, મેં વ્યકતિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. આ આંદોલન છે અને કોઈ પણ વ્યકતિ આંદોલનના મુખ્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે છે. હું સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું. હું આંદોલનકારી છું, મારે ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે. છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરે તો છે.
2/3
આજે બપોરે હાર્દિક પટેલની મુલાકાત લેવાના છે, ત્યારે પાસ નરેશ પટેલની મુલાકાત પહેલા મીટિંગ કરે તેવી શક્યતા છે. આ મીટિંગમાં મુખ્ય ત્રણ માંગો માટે ચર્ચા થશે. હવે જોવાનું એ રહે છે કે, નરેશ પટેલની મધ્યસ્થી સફળ થાય છે કે નહીં.
3/3
અમદાવાદઃ હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરવા માટે ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલે મધ્યસ્થી માટે તૈયારી બતાવી છે અને તેઓ આજે બપોરે હાર્દિક પટેલની મુલાકાત લેવાના છે, ત્યારે હાર્દિકે થોડીવાર પહેલા જ ટ્વીટ કર્યું છે કે, તેણે વ્યક્તિગત રીતે કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી.