હાર્દિકની જામીનની શરતો મુજબ જામીનના સમયગાળા દરમિયાન જો તે પોતાનું રહેણાંક સ્થળ બદલવા માગતો હોય તો તેણે ગુજરાત હાઈકોર્ટની આગોતરી મંજૂરી લેવી પડશે. જે અંતર્ગત હાર્દિકે હરિદ્વાર રહેવા જવા માટે મંજૂરી માગી હતી.
2/3
નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને છ મહિના સુધી ગુજરાતમાં નહીં પ્રવેશવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. જામીન મળ્યા પછી હાર્દિક રાજસ્થાનના ઉદેપુરમાં નિવાસ કરી રહ્યો છે. દરમિયાન તેણે હાઈકોર્ટમાં હરિદ્વાર જવાની મંજૂરી માગી હતી. જેને હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે.
3/3
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલે ધાર્મિકવિધી માટે હરિદ્વાર જવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિકે બે મહિના હરિદ્વારમાં રહેવા માટે મંજૂરી માગી હતી. આજે હાઈકોર્ટે હાર્દિક પટેલને 15 દિવસ માટે હરિદ્વાર જવાની મંજૂરી આપી છે.