આ ઘટના બાદ લોકોમાં ચર્ચા છે કે આખરે ક્યાં સુધી ડંપર ચાલક અને કોનટ્રાક્ટરોને પોલીસ છાવરશે. બીજી તરફ ઘટનાને પગલે ડમ્પર ચાલક લોકોના મારથી બચવા ભાગી છૂટ્યો હતો.
2/6
પોલીસના જણાવ્યા મુજબ મૃતક ચિંતન ઉપાધ્યાય રિટાયર્ડ ડીએસપી પી. બી. ઉપાધ્યાયનો પૌત્ર હતો. ચિંતન અને તેનો મિત્ર નિલય સોની પાલડીથી જમાલપુર થઇ મણિનગર તરફ જય રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
3/6
જોકે નિલયમને આ ઘટનામાં સામાન્ય ઈજા થઈ હતી જ્યારે ચિંતન ઉપાધ્યાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, યુવક ચિંતન ઉપાધ્યાય રિટાયર્ડ ડીએસપી પી.બી. ઉપાધ્યાયનો પૌત્ર હોવાનું પોલીસે જણાવ્યું છે.
4/6
મળતી વીગતો મુજબ બુધવારે રાત્રે 11-30 કલાકે માતેલા સાંઢની માફક એક ડમ્પર આવ્યું અને પસારથતા બાઈક ચાલકને ટક્કર મારી હતી. ઘટનાને પગલે બાઈક ચલાવનાર નિલય સોની અને પાછળ બેઠેલા ચિંતન ઉપાદ્યાય રોડ પર ફેંકાયા હતા. જેના કારણે તેમના પર ડમ્પર ફરી વળ્યું હતું.
5/6
અમદાવાદઃ શહેરમાં ડમ્પરની અડફેટે વધુ એક યુવકનો જીવ લીધો. પાલડી પોલીસ ચોકીની સામેથી પસાર થતા ડમ્પર ચાલકે સીબીઆર બાઈક પર તા 2 યુવકોને અડફેટે લીધા. આ ઘટનામાં એક યુવકનું ઘટના સ્થલે જ મોત થયું જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી હતી જેને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.