Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતાં કીડીયાનગર પાસે 2 વેગન પાટા પરથી ઉતર્યા હતા. આ ઘટનાના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. પરિણામ સ્વરૂપ ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસને ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા ટ્રેનને ડાયવર્ટ કરાઈ છે. ટ્રેન નંબર 22483 ભગત કી કોઠી-ગાંધીધામ ટ્રેન ભીલડી સુધી જ દોડશે.
દેશભરના વિવિધ રાજ્યોમાંથી દરરોજ લાખો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. મોટી સંખ્યામાં લોકો કામ, વ્યવસાય, શિક્ષણ અને પારિવારિક હેતુઓ માટે રેલ પર આધાર રાખે છે. પરિણામે, અચાનક ટ્રેન રદ થવાથી મુસાફરોની મુસાફરી યોજનાઓ ખોરવાઈ જાય છે. છત્તીસગઢના બિલાસપુર વિભાગમાં પણ આવી જ પરિસ્થિતિ ઉભી થઈ છે, જ્યાં પુલના સમારકામના કામને કારણે આગામી બે દિવસ રેલ ટ્રાફિક ખોરવાઈ જશે.



















