આઈડીએસ સ્કીમ પ્રમાણે કાળા નાણાંના સ્રોત વિશે પૂછપરછ નહીં કરવાની હોવાથી આવકવેરા વિભાગ ચૂપ હતો પણ હવે બધી તપાસ થશે. શાહે 13860 કરોડનું કાળું નાણું ખરેખર જાહેર કર્યું હોઈ નિયમ પ્રમાણે 45 ટકા લેખે 6237 કરોડ રૂપિયા ટેકસ તરીકે ભરવા પડે અને બાકીની રકમ એટલે કે રૂપિયા 7623 કરોડ કાયદેસર થઈ જાય.
2/9
આમ મોટાં માથાંની હરામની કમાણીનો વહીવટ કરીને તેમાંથી કમિશન મેળવીને ધીકતી કમાણી કરવા જતાં મહેશ શાહ ફસાયો છે. મહેશ શાહ તે પહેલાં જ ગાયબ થઈ ગયો છે અને તેનો કોઈ જ પત્તો નથી ત્યારે આવકવેરા વિભાગ મહેશ શાહના અન્ય ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારોની પણ તપાસ કરશે.
3/9
આ દસ્તાવેજોના આધારે ટૂંક સમયમાં જ આવકવેરા વિભાગ આ મોટાં માથાં પર તવાઈ લાવશે એવું મનાય છે. જોધપુર ચાર રસ્તા પાસે રહેતા મહેશ શાહ દેખાવ ખાતર ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરે છે પણ તેનું અસલી કામ મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સરકારી ઉચ્ચાધિકારીઓનાં નાણાંનો વહીવટ કરવાનું છે.
4/9
મહેશ શાહે જાહેરાત કરી ત્યારથી જ આવકવેરા વિભાગ તેના પર નજર રાખીને બેઠું હતું. જેવો મહેશ શાહ ટેક્સ ભરવામાં ચૂક્યું કે તરત જ તેણે આપાજી અમીન કંપનીના માલિક તેહમ્યુલ શેઠના પર દરોડા પાડ્યા અને મહેશ શાહ કોના વતી આ ખેલ કરતો હતો તેને લગતા દસ્તાવેજો સૌથી પહેલાં કબજે કરી લીધા.
5/9
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સી.એ. દ્વારા એવી ગોઠવણ કરાઈ હતી કે મહેશ શાહના નામે આ જાહેરાત કરવી અને તેના માટે તેને કમિશન આપવું. મહેશ શાહે આ જાહેરાત તો કરી દીધી પણ પછી કેટલાંક મોટાં માથાં ફસકી ગયાં તેથી મહેશ શાહ ભરાઈ ગયો અને 30 નવેમ્બર સુધીમાં ટેક્સના 1000 કરોડ રૂપિયાનો પહેલો હપ્તો ના ભરી શક્યો.
6/9
આ આખો ખેલ મહેશ શાહના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપાજી અમીન એન્ડ કંપની મારફતે પડાયો હતો. નવરંગપુરામાં આકાંક્ષા બિલ્ડિંગમાં આપાજી અમીનની ઓફિસ છે. સરકારે કાળાં નાણાં પર તવાઈ લાવવાનું નક્કી કર્યું તેના પગલે દોડતાં થયેલાં મોટાં માથાં સાથે મહેશ શાહનો મેળાપ આપાજી અમીન કંપનીના માલિક તેહમ્યુલ શેઠનાએ કરાવેલો.
7/9
આવકવેરા વિભાગને પ્રાપ્ત થયેલા દસ્તાવેજો પ્રમાણે મહેશ શાહ તો માત્ર પ્યાદુ છે અને અસલી ખેલાડીઓ તો બીજા જ છે. વાસ્તવમાં તેણે જાહેર કરેલા 13,680 કરોડ રૂપિયા તેના નથી પણ રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને સરકારી ઉચ્ચાધિકારીઓના છે. મહેશ શાહે તેમના લાભાર્થે આ જાહેરાત કરી હતી.
8/9
જો કે મહેશ શાહ આ રકમ જાહેર કર્યા પછી કાળાં નાણાં પર 45 ટકા લેખે લાગતા ટેક્સનો પહેલો હપ્તો ના ભરી શકતાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. મહેશ શાહના સી.એ. આપાજી અમીન એન્ડ કંપનીને ત્યાં પણ દરોડા પડ્યા છે. આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગને ચોંકાવનારી વિગતો મળી હોવાના અહેવાલ છે.
9/9
અમદાવાદઃ કેન્દ્ર સરકારની 30 સપ્ટેમ્બરે પૂરી થયેલી ઇન્કમ ડેકલેરેશન સ્કીમ (આઇડીએસ) હેઠળ દેશભરમાં રૂપિયા 65,250 કરોડનું કાળુ નાણુ જાહેર કરાયું હતું. આ પૈકી ગુજરાતના મહેશ શાહે જ રૂપિયા 13,860 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું. આટલા મોટા પ્રમાણમાં કાળા નાણાની જાહેરાતે સૌનેં ચોકાવી દીધા હતા.