ભચાઉના સ્ટેશન માસ્તરે સીસીટીવી લાગેલા નથી તે બાબતનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, તેના માટે એપ્રુવલ એસએનટી વિભાગમાંથી કરાય છે. જ્યારે સામખિયાળી સ્ટેશન માસ્તરે સીસીટીવી ન હોવાની સીધી જ કબૂલાત કરી લીધી હતી.
2/4
સ્ટેશન પર કોચ ઈન્ડિકેટર પણ લાગેલા નથી. રેલ્વે તંત્રના આ સુરક્ષામાં છીંડાંનો લાભ લઈને જયંતિ ભાનુશાળીનો હત્યારો પણ આ બે સ્ટેશનમાંથી કોઈ એક પરથી જ સયાજી ટ્રેનમાં ચડ્યો હોવાની સંભાવનાને નકારી શકાતી નથી.
3/4
આ બન્ને સ્ટેશનો પર વાગડ-મુંબઈના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોવા છતાં તંત્રના ઓરમાયાં વર્તનને લીધે સીસીટીવી લાગેલા ન હોવાથી ગુનાઈત તત્વોને મોકળું મેદાન મળી જાય છે.
4/4
ભચાઉ: ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીનું સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પરથી હત્યારો ટ્રેનમાં ચડ્યો હોવાની શંકા છે જેની પોલીસે હાલ તપાસ શરૂ કરી છે જોકે ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પર સીસીટીવીની સુવિધા જ નથી.