8.અલ્પેશ કથીરીયા તથા અન્ય પાટીદાર યુવાનોના વિરુદ્ધ કરેલ કેસો પરત ખેંચી જેલ મુક્ત કરવામાં આવે તથા અગાઉ આપશ્રીની સરકારે આપેલ વચન પ્રમાણે પાટીદારોના તમામ કેસો પરત ખેંચેલ નથી જે પરત ખેંચવામાં આવે.
6.પાટીદાર સમાજની તથા પાટીદાર સમાજના યુવાનોની તમામ માંગણીઓ લેખીતમાં સ્વીકારવામાં આવે.
4/9
5. ઉપવાસ ઉપર બેઠેલા હાર્દિક તથા અન્ય પાટીદાર યુવાનોની લેખીત ખાત્રી આપી પારણાં કરવામાં આવે.
5/9
4. ગુજરાતના ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે.
6/9
3. જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં તથા ગુજરાતના અન્ય સ્થળોએ કરવામાં આવેલા પોલીસના દમનકારી વલણ સામે પગલા ભરવામાં આવે.
7/9
2. પાટીદાર સમાજના આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોના પરિવારના એક સભ્યને કાયમી સરકારી નોકરી આપવામાં આવે તથા શહીદ થયેલા યુવાનોના પરિવારના સભ્યોને વિશેષ નાણાકીય સહાય કરવામાં આવે.
8/9
1. પાટીદાર સમાજને બંધારણીય અનામત આપવામાં આવે.
9/9
અમદાવાદઃ સરદાર પટેલ સેવા ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાત સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, જો 72 કલાકમાં અમારા 8 મુદ્દા સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો યોજવામાં આવશે. લાલજી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમો કરતા અમને કોઈ નહીં રોકી શકે.