શોધખોળ કરો
મોલ અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિગ ચાર્જ મુદ્દે હાઈકોર્ટે શું આપ્યો મહત્વનો ચુકાદો? જાણો વિગત

1/4

આ પહેલા વકરેલી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ કરવાના હેતુથી ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા હતાં. જેમાં શોપિંગ મોલ્સ અને અન્ય સ્થળોએ વાહન પાર્કિંગના તગડા પૈસા લેવામાં આવતાં હતા. જેથી ટ્રાફિક વિભાગે કેટલાંક મોલવાળાને નોટીસ ફટકારી તાબડતોડ ફ્રી પાર્કિંગનો અમલ શરૂ કરાવી દીધો હતો.
2/4

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરનો હાઈકોર્ટે ઉધડો લઈને કડક આદેશ કરતાં મોટા ઉપાડે ટ્રાફિક અને પાર્કિંગની ડ્રાઈવ કરી હતી. જેના કારણે ટ્રાફિક વિભાગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, શોપિંગ મોલ્સ અને અન્ય સ્થળોએ વાહન પાર્કિંગના ચાર્જ વસુલવાની ફરિયાદ મળશે તો તેના જવાબદાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
3/4

છેલ્લાં કેટલાંક સમયથી પાર્કિંગ ચાર્જ બાબતે કોર્ટમાં દલીલો પણ થઈ રહી હતી. પરંતુ આજે હાઇકોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે, મોલ અને મલ્ટીપ્લેક્સમાં પહેલાં એક કલાક સુધીનો પાર્કિંગ ચાર્જ ફ્રી રહેશે. ત્યારબાદ ટુ વ્હિલર પર 20 રૂપિયા અને ફોર વ્હિલર પર 30 રૂપિયા સુધીનો ચાર્જ વસુલવામાં આવશે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, પાર્કિંગ ચાર્જ વધુમાં વધુ 30 રૂપિયા વસૂલી શકશે.
4/4

આજે ગુજરાત હાઈકોર્ટે મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલવાના મુદ્દે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદમાં મોલ અને મલ્ટીપ્લેકસમાં સંચાલકો પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે. હાઈકોર્ટે આ મહત્વના ચુકાદા અંગે કહ્યું હતું કે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા નાગરિકોની પણ ફરજ છે.
Published at : 17 Oct 2018 02:38 PM (IST)
Tags :
Ahmedabad PoliceView More
Advertisement