મળતી વિગતો અનુસાર, ગોપી અને દશરથ વચ્ચે પ્રેમસંબંધ હતો. મુકેશને કારણે ગોપી અને દશરથ મળી શકતા નહોતા તેને કારણે તે બંન્નેએ મુકેશની હત્યાની યોજના બનાવી હતી. આ પ્લાન પ્રમાણે ગોપી અને દશરથે મુકેશની હત્યા કરી હતી.
2/4
બાદમાં મુકેશની હત્યા નહી પણ અકસ્માત થયો છે તેવું લાગે તે માટે ગોપી અને તેના પ્રેમીએ મુકેશની લાશને ઠેકાણે પાડી હતી. પરંતુ પોલીસને શંકા જતા અને તપાસ થતા ગોપી અને તેના પ્રેમી સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે.
3/4
અમદાવાદઃ શહેરના ચંદ્રેશર ચિલોડા ગામેથી મળી આવેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો થયો છે. 32 વર્ષીય મુકેશ પટેલનો મૃતદેહ મળી આવતા પોલીસે તેને અકસ્માત માની લીધો હતો. પરંતુ પોલીસે તપાસ કરતા આ કેસમાં મુકેશની હત્યા પાછળ તેની પત્નીનું પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું ખુલ્લુ છે.
4/4
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મુકેશની હત્યા પાછળ તેની પત્ની ગોપી પટેલ અને તેના પ્રેમી દશરથ ઠાકોરનો હાથ છે. પોતાના પ્રેમમાં આડખીલીરૂપ લાગતા મુકેશને હટાવવા માટે તેની પત્ની ગોપી પટેલ અને તેના પ્રેમી દશરથ ઠાકોરે મુકેશની હત્યા કરી હતી.