મહેશ શાહે જાહેર કરેલી આવક ચાલુ નાણાંકીય વર્ષમાં ગણાશે અને ટેક્સ ભરવાની જવાબદારી તેની રહેશે, તેની સામે પ્રોસિક્યુશન થઈ શકે. ડેક્લેરેશનમાં ખોટી માહિતી દર્શાવવા બદલ પણ પ્રોસિક્યુશન સહિતના પગલાં લઈ શકાશે. પેનલ્ટી સહિત ટેક્સ ભરવાની જવાબદારી તેની થશે.
2/6
મીડિયા સાથેની વાતચીતમાં મહેશ શાહે કહ્યુ હતું કે, આ રકમ મારી નથી. આ રૂપિયા અધિકારીઓ, બિલ્ડરો, રાજનેતાઓના છે. મેં તો ફક્ત કમિશન માટે આ રકમ મારા નામે જાહેર કરી છે. મહેશ શાહના આઈ.ડી.એસ. સંબંધિત કેટલાંક ટેકનીકલ અને કાનૂની મુદ્દા ઉભા થયા હોવાથી તે અંગે જાણતા ટેક્સ કન્સલ્ટન્ટના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.
3/6
તેણે પ્રથમ હપ્તો ન ભરતાં ફોર્મ- 2 રદ થયું છે અને તેથી તે અંગે પૂછપરછ કરાશે. ટેક્સની જવાબદારી નક્કી થાય અને પૈસા ન ભરે તો 6 મહિનાથી માંડીને 7 વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ છે.
4/6
લોકોને સવાલ થાય છે કે ઇન્કમટેક્સ એક લાખ રૂપિયાની બ્લેકમની જાહેર કરનારા લોકોને છોડતા નથી તો આટલા કરોડો રૂપિયાની આવક જાહેર કરનારા મહેશ શાહની પૂછપરછ બાદ આગળ શું કાર્યવાહી કરવામાં આવશે.
5/6
ઇન્કમટેક્સ અધિકારીઓના કહેવા પ્રમાણે, આ સ્કીમ હેઠળ જાહેર કરેલી આવક બદલ મહેશ શાહને તેની આવકનો સ્ત્રોત પૂછવામાં આવવાનો નહોતો પરંતુ તેનો પ્રથમ હપ્તો નહી ભરવાને કારણે મહેશ શાહે આ સ્કીમના નિયમોનો ભંગ કર્યો છે જેથી હવે તેની આવકનો સ્ત્રોત પૂછવામાં આવશે.
6/6
અમદાવાદઃ ઈન્કમ ડેક્લેરેશન સ્કીમ હેઠળ 13,860 કરોડ રૂપિયાની બ્લેકમની જાહેર કરનારા મહેશ શાહની ઇન્કમટેક્સ વિભાગે પૂછપરછ કરી છોડી મુક્યો છે. આ સ્કીમ હેઠળ મહેશ શાહને 1560 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો ભરવાનો હતો પરંતુ તે ભરી ન શકતા આઇટી વિભાગે મહેશ શાહના સ્થળોએ દરોડા પાડ્યા હતા.