પ્રભાતસિંહે કહ્યું હતું કે, ‘સફાઈ કર્મચારીને ટિશ્યૂ પેપર ક્યાં છે તે બતાવવા કહ્યું હતું’ પણ ન હોવાથી તેને લાફો માર્યો હતો. હું શુક્રવારે પણ અમદાવાદ એરપોર્ટ પર આવ્યો ત્યારે પણ ટિશ્યૂ પેપર ન હતાં. કોન્ટ્રાક્ટરો ટિશ્યૂ પેપરની ખરીદીનું બિલ મૂકી પૈસા બનાવે છે.
2/5
તે સમયે ત્યાં હાજર સફાઈ કર્મીને પૂછતા તે સંતોષકારક જવાબ આપ્યો નહતો. જેથી ઉશ્કેરાયેલા પ્રભાતસિંહ ચૌહાણે ત્યાં જ સફાઈ કર્મચારીને ધોઈ નાખ્યો હતો. જો કે ત્યાં અન્ય પેસેન્જરો તેમજ ઓથોરિટીના કર્મચારીઓ આવી જતાં તેમણે હવે પછી આવું નહીં થાય તેમ જણાવી ચૌહાણને ત્યાંથી રવાના કર્યાં હતા.
3/5
સતત વિવાદોમાં રહેતા પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ફરી એકવાર વિવાદ ઉભો કર્યો હતો. દિલ્હીથી ચાર દિવસ પહેલાં બપોરે અમદાવાદ એરપોર્ટ પર પરત ફર્યાં હતા. તેઓ એરાઈવલ એરિયામાં આવ્યા બાદ ટોઈલેટ ગયા હતા. ત્યારબાદ હાથ સાફ કરી તેઓ ટિશ્યૂ પેપર લેવા ગયા હતા જે ન મળતાં પ્રભાતસિંહ ઉશ્કેરાઈ ગયા હતા.
4/5
તે સમયે ત્યાં હાજર અન્ય એક પેસેન્જરે પ્રભાતસિંહને ટકોર કરી હતી કે આને કેમ મારો છો? ત્યારે તેમણે કહ્યું હતું કે, અગાઉ પણ ટોઈલેટમાં ટિશ્યૂ પેપર ન હતું અને આજે પણ નથી. આ બધાં ટિશ્યૂ પેપર ન રાખતા હોવાથી હાથ કઈ રીતે સાફ કરવા?
5/5
અમદાવાદઃ ચાર દિવસ પહેલાં દિલ્હીથી અમદાવાદ પરત ફરેલા પંચમહાલના MP પ્રભાતસિંહ સભ્ય ટોઈલેટમાં ગયા હતાં જ્યાં ટિશ્યૂ પેપર ન હોવાથી MP ઉશ્કેરાઈ ગયા હતા અને ટોઈટેલમાં ટિશ્યૂ પેપર કેમ નથી? તેમ કહી MP પ્રભાતસિંહે સફાઈ કર્મચારીને ધોઈ નાખ્યો હતો.