આ કેસમાં હાઈકોર્ટે નરેશ છારા સહિત ચાર આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં કુલ 32 આરોપીઓની સજા સામે અપીલ થઈ હતી. આ કેસમાં બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી કેદમાં રાખવાની સજા હાઈકોર્ટે માન્ય રાખી છે. બાબુ બજરંગી વિશ્વ હિન્દુ પરિષદનો નેતા છે અને પ્રવિણ તોગડિયાની નજીકનો માણસ ગણાય છે.
2/4
સજાના આ હુકમ સામે આરોપીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. બંને પક્ષોની તમામ દલીલો પૂર્ણ થતાં કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો હતો. ત્યારે આ કેસમાં હાઇકોર્ટ આજે ચુકાદો જાહેર કર્યો હતો.
3/4
બીજી તરફ આ કેસમાં ભાજપ સરકારમાં ભૂતપૂર્વ મંત્રી ડો. માયાબેન કોડનાનીને નીચલી કોર્ટમાં 28 વર્ષની સજા થઈ હતી. અન્ય 30 આરોપીઓને પણ 21 વર્ષથી લઈને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જો કે હાઈકોર્ટમાં માયા કોડનાની નિર્દોષ જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે.
4/4
અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો વખતે થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં 32 આરોપીઓને દોષિત ઠેરવવાના નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટે ભાજપનાં નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે છે.