ઉલ્લેખનીખ છે કે, નીતિન પટેલ છેલ્લાં બે વર્ષથી ઘૂંટણના સાંધાના ઘસારાથી પીડાતા હતા. તબીબની સલાહ બાદ તેમણે ઘૂંટણની સર્જરી કરાવવાનું નક્કી કરતાં તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા છે.
2/4
નીતિન પટેલ પર શુક્રવારે સર્જરી થઈ ગયા બાદ તેઓ રવિવારે ગુજરાતમાં પરત ફરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે ટ્રિટમેન્ટ લઈને નીતિન પટેલ બે સપ્તાહ આરામ કરે તેવી શક્યતા છે.
3/4
ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિન પટેલ મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં જોઈન્ટ રીપ્લેસમેન્ટ માટે ગુરૂવારે પહોંચ્યા છે. તેમના ઘૂંટણની સર્જરી તા. 30 નવેમ્બર એટલે કે શુક્રવારે થશે.
4/4
ગાંધીનગર: ગુજરાતના મંત્રીમંડળમાં એક પછી એક મંત્રીઓ સર્જરીઓ કરાવવા લાગ્યા છે. પહેલાં પ્રદીપસિંહ જાડેજા પર કેન્સરની સર્જરી થયા બાદ હવે ગુજરાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઘૂંટણની સર્જરી કરાવવા માટે ગુરૂવારે મુંબઈ પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુંબઈ બ્રિચકેન્ડીમાં સર્જરી કરાવવા પહોંચ્યા છે.