શોધખોળ કરો
અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ક્યાર સુધીમાં શરૂ થશે સી પ્લેન? જાણો વિગત
1/4

અમદાવાદથી શિરડી, શનિ-શિંગણાપુર, ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો પર જવા માટે અમદાવાદથી ઓઝાર(નાસિક) જવા માટે 70 મુસાફરની ક્ષમતાવાળી ફ્લાઈટ તારીખ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ફ્લાઈટમાં કેન્દ્ર સરકારની રિજનલ એર કનેક્ટિવિટી યોજના હેઠળ ટીકિટના દર રૂપિયા 2060 રહેશે.
2/4

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બુધવારે મોડી સાંજ સુધી હાથ ધરાયેલી મીટિંગમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત સી પ્લેન સહિત વિવિધ 13 રૂટ પર ફ્લાઈટ શરૂ કરવા માટે તારીખ 28 જાન્યુઆરી સુધીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
3/4

આ સાથે ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા 13 રૂટ પર ફ્લાઈટ શરૂ કરવાની કામગીરી પણ ઓગસ્ટ-2019 સુધીમાં પૂર્ણ કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. આ ઉપરાંત અમદાવાદથી ઓઝાર(નાસિક)ની ફ્લાઈટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે.
4/4

ગાંધીનગર: ઉડાન યોજના હેઠળ રિજનલ એર કનેક્ટિવિટી સંદર્ભે ગુજરાત સરકારે છથી નવ સીટરના સી પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી થઈને સુરત ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ સુધીનું સી પ્લેનનું કામ ઓગસ્ટ સુધીમાં પૂરું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Published at : 25 Jan 2019 08:24 AM (IST)
Tags :
Statue Of UnityView More
Advertisement





















