ઘરમાં આગ લાગી ત્યારે અચલ શાહ, તેમના પત્ની, માતા અને દીકરી ઘરમાં હતા. આગને કારણે તમામ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેમના સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં અચલ શાહ અને તેમના પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેમની 17 વર્ષની દીકરી અને માતાની હાલ સારવાર ચાલી રહી છે.
3/5
આગ ટાવરના છઠ્ઠા માળે આવેલા એક ઘરમાં લાગી હતી. આગ લાગી હતી ત્યારે ઘરમાં પાંચ લોકો હાજર હતા. ઘર બંધ હોવાને કારણે ધુમાડો બહાર ન નીકળતાં લોકો બેભાન થઈ ગયા હતા.
4/5
મળતી માહિતી પ્રમાણે, મોડી રાત્રે પ્રહલાદનગર ગાર્ડન નજીક આવેલા ઈશાન ટાવરના એક ફ્લેટમાં આગ લાગી હતી. ઘરમાં આગ લાગતા ઘરમાં નાસભાગ મચી ગઈ હતી જોકે ધૂમાડાના કારણે પાંચેય સભ્યો બેભાન થઈ ગયા હતા જેમને સારવાર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ લોકો સારવાર ચાલી રહી છે.
5/5
અમદાવાદ: શુક્રવારે મોડી રાત્રે અમદાવાદના રેસિડેન્ટ વિસ્તારમાં આગ લાગતાં પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું. અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં આવેલ એક રેસિડેન્ટ ટાવરમાં આગ લાગી હતી. જેમાં પતિ-પત્ની આગમાં ભડથું થઈ ગયા હતાં. જ્યારે ત્રણ લોકો ગંભીર ઈજા પહોંચતા તેમના સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.