આ અકસ્માત સર્જાતાની સાથે આસપાસનાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં પાછળથી ઘૂસી ગયેલા ટ્રકનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
2/3
નડિયાદ-ડાકોર હાઈવે પર એક ટ્રક આગળનાં ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે પાછળની એટલે જે ટ્રક અથડાઇ તે ટ્રકનો આગળનો ભાગ તુટી ગયો હતો જેના કારણે ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
3/3
નડિયાદ-ડાકોર હાઈવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.