વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર પરપ્રાંતિઓને રોજગાર આપવામાં નિષ્ફળ નિવડી છે જેથી મળતિયાઓ મારફતે ઠાકોર સેનાના નામે પરપ્રાંતિયો પર હુમલા કરી પ્રાંતવાદનું ઝેર ફેલાવે છે. તેમણે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ રહેવાના છે.
2/4
નીતિન પટેલે કહ્યું હતું કે, પરપ્રાંતિયો ઉપર હુમલા કરી રહ્યા છે તે સંગઠનના નેતા કોંગ્રેસના નવા એમએલએ બન્યા છે. તેઓની રાહુલ ગાંધી સાથે સીધી લાઈન છે અને પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાને છોડીને તેઓ રાહુલ સાથે સીધી વાત કરે છે તેવું કોંગ્રેસના નેતાઓનું જ કહેવું છે. રાહુલ ગાંધી પોતે બધું જ જાણે છે. કોંગ્રેસ સમગ્ર ઘટનાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.
3/4
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આ મામલે વાકેફ હોવાનું કહી અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરી હતી જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે, તમામ લાલચ બાદ પણ અલ્પેશ ઠાકોર ભાજપમાં નહીં જોડાતા ભાજપ માટે તેઓ ખાટી દ્રાક્ષ સમાન બની ગયો છે.
4/4
ગાંધીનગર: પરપ્રાંતિયો પર હુમલાનો મામલો રાષ્ટ્રય કક્ષાએ ઉછળ્યા બાદ હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. ભાજપ અલ્પેશ ઠાકોરનું નામ આગળ કરીને કોંગ્રેસ ઉપર માછલાં ધોઈ રહી છે જ્યારે કોંગ્રેસ કાયદો વ્યવસ્થા જાળવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નિવડી હોવાનો આક્ષેપ કરી રહી છે.