હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદારોને ન્યાય અપાવવા માટે પાસ તરફથી આ આંદોલનમાં ફરી પ્રાણ પુરવાનું નક્કી કરાયું છે. આ માટે સમગ્ર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના તાલુકા કન્વીનરોને જાણ કરાઇ છે કે, જો કોઇ ફેરફાર ન થાય તો અમદાવાદમાં ૫ ઓગસ્ટે ૩૦ હજાર પાટીદારનું વિશાળ સંમેલન મળશે. જેમાં પ્રત્યેક પાટીદારના બહુમતીવાળા ગામોમાંથી ૧-૧ પાટીદાર આવશે. ઉપરાંત ૨૬ ઓગસ્ટે પાટણ ખાતે 'પાટીદાર શહિદ દિન' મનાવાશે. જેમાં ૫૦ હજાર પાટીદારો ઉમટી પડશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
2/3
અમદાવાદઃ અનામતની માંગણી સાથે શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન ફરીથી સક્રિય થઈ રહ્યું છે. આગામી 25મી ઓગસ્ટે પાટણમાં 51 હજાર યુવકો ભેગા થવાના છે. આ પહેલા હાર્દિક પટેલે પાંચમી ઓગસ્ટે પાટીદારોના સંમેલનનું અમદાવાદ ખાતે આયોજન કર્યું છએ. આ સંમેલનમાં 30 હજાર પીટાદારો ઉપસ્થિત રહેવાના છે.
3/3
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિકના જણાવ્યા અનુસાર અલગ-અલગ માંગણીઓ સાથે શરૂ થયેલું આ આંદોલન યેનકેન પ્રકારે સંકેલી લેવાય તે માટે રાજ્ય સરકાર અને ભાજપ તરફથી તમામ પ્રકારના પ્રયાસો થયા છે અને આ આંદોલનમાં ૧૩ જેટલા યુવાનોની આહુતિ લેવાઇ છે.