શોધખોળ કરો

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે.

વડોદરા: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે.  વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. યોગેશ પટેલના નિધનથી માંજલપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી.    

માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં  13 જુલાઈ ઉમેદવારી પત્રક ભરવા માટે અંતિમ દિવસ છે. 30 જુલાઈએ માંજલપુર બેઠક માટે મતદાન યોજાશે. જ્યારે 3 ઓગષ્ટના રોજ માંજલપુર વિધાનસભાની  પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ભાજપે સતીષ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.       

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

માંજલપુર પેટા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ 

  • ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 13 જુલાઈ 2026
  • ઉમેદવારી પત્રોની ચકાસણી : 14 જુલાઈ 2026
  • ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ: 16 જુલાઈ 2026
  • મતદાનની તારીખ : 30 જુલાઈ 2026
  • મતગણતરી અને પરિણામની તારીખ: 3 ઓગસ્ટ 2026 

માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના તાજેતરમાં થયેલા અવસાન બાદ આ બેઠક ખાલી પડતાં ચૂંટણી પંચે પેટાચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. તેઓ લાંબા સમયથી વડોદરાની રાજનીતિમાં સક્રિય રહ્યા હતા અને અનેક વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. યોગેશ પટેલ વડોદરાની માંજલપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા. તેઓ સતત આઠ વખત વિધાનસભામાં ચૂંટાઈને આવ્યા હતા. તેઓ ગુજરાત વિધાનસભાના સૌથી વરિષ્ઠ સભ્ય હતા.

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માંજલપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. યોગેશ પટેલે સતત ત્રણ ટર્મ સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમના નિધન બાદ યોજાનારી પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. તેથી પાર્ટીએ સ્થાનિક સંગઠનમાં સક્રિય સતીષ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.              

3 ઓગસ્ટે પરિણામ

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે, જ્યારે 14 જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 16 જુલાઈ સુધી પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. 30 જુલાઈના રોજ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આગામી દિવસોમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થતાં ચૂંટણી પ્રચાર પણ તેજ બનશે. સ્થાનિક વિકાસના મુદ્દાઓ આ પેટા ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.         

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
Advertisement

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget