અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હાલમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. આ વખતે નવરાત્રીમાં નવ દિવસને બદલે 10 દિવસ હોઇ ખેલૈયામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ નવરાત્રીના પ્રથમ દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે વરસાદે તેઓની મઝા બગાડી હતી. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી ગરબા પ્રેમીઓને નિરાશ કરી શકે છે.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
મળતી વિગતો અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 7 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેને પગલે આખી નવરાત્રીમાં વરસાદ હેરાન કરશે. હવામાન વિભાગની આગાહી નવરાત્રી પ્રેમીઓને નિરાશ કરી શકે છે.