શોધખોળ કરો
અમરેલી SP જગદીશ પટેલ સસ્પેન્ડ, જામીન પર મુક્ત થશે તો પણ ફરજ પર નહીં લેવાય, જાણો કેમ
1/6

અમરેલી એસપી તરીકે ફરજ બજાવતા જગદીશ પટેલને આઈપીએસ અધિકારી હોવાના નાતે અખિલ ભારતીય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1969 નાનિયમ 3 (2)ની જોગવાઈ મુજબ આપોઆપ (ડીમ્ડ) સસ્પેન્શન હેઠળ મૂકવાના હોઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જગદીશ પટેલ પોલીસ કે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી જામીન પર મુક્ત થાય તો પણ તેમને ફરજ પર ફરી હાજર નહીં કરવાનું પત્રમાં જણાવાયું છે.
2/6

રાજ્યના ગૃહ વિભાગના ઉપસચિવ જી.પી.તાડા દ્વારા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાને પત્ર પાઠવી આઈપીએસ અધિકારી જગદીશ પટેલને સસ્પેન્ડ કરવા અંગે જાણ કરવામાં આવી હતી. અમરેલીમાં એસપી તરીકે ફરજ બજાવતા જગદીશ પટેલની ગઈ તારીખ 23મી એપ્રિલે સીઆઈડી ક્રાઈમ દ્વારા સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી રૂ.12 કરોડની કિંમતના બીટકોઈન પડાવી લેવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
3/6

હાઈકોર્ટે આ કેસમાં સીઆઇડી ક્રાઈમને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી હતી. પોલીસ દ્વારા વડોદરાના શૈલેષ ભટ્ટ પાસેથી કરોડોનો તોડ કરી તેની પાસેથી ક્રિપ્ટો કરન્સી મેળવી લીધી હતી. જે મામલે ફરિયાદ થતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
4/6

કેતન પેટેલ જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં પિટિશન કરી છે. જેમાં જણાવ્યું છે કે, આ કેસમાં તેની કોઈ સંડોવણી નથી. તેની સામેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે તેની પાસે જે માહિતી હતી તે તેમણે આપી દીધી છે. જેથી આ કેસમાં તેને જામીન આપવા જોઈએ. બીજી તરફ ફરિયાદી શૈલેષ ભટ્ટે જામીન અરજીનો વિરોધ કર્યો છે.
5/6

હાલમાં જગદીશ પટેલ 5મી મે સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે. આ અંગે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગૃહ વિભાગમાં જગદીશ પટેલને સસ્પેન્ડ કરવા માટેનો પત્ર તારીખ 26 એપ્રિલના રોજ કરવામાં આવ્યો હતો, પરંતુ આ અંગે કોઈ જવાબ આવ્યો ન હતો. આ દરમિયાન ગુરુવારે રાજ્ય ગૃહ વિભાગના ઉપસચિવ જી.પી.તાડા દ્વારા આઈપીએસ જગદીશ પટેલને સસ્પેન્ડ જાહેર કરતો પત્ર રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને મોકલી આપવામાં આવ્યો હતો.
6/6

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં પોલીસની આબરૂને બટ્ટો લાગે તેવા રૂ. 12 કરોડના બીટકોઈન કેસમાં ગુરુવારે ગૃહ વિભાગ દ્વારા આ કેસમાં ઝડપાયેલા અમરેલીના એસપી જગદીશ પટેલને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો હતો. જગદીશ પટેલ પોલીસ કે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી જામીન પર મુક્ત થાય તો પણ તેમને ફરજ પર ફરી હાજર નહીં કરવાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Published at : 04 May 2018 08:58 AM (IST)
Tags :
12 Crore Bitcoin CaseView More
Advertisement





















