શોધખોળ કરો
અમદાવાદઃ લેસ્બિયન લિવ-ઇન પાર્ટનર સેક્સ ચેન્જ કરાવી બન્યો પુરુષ, જાણો પછી શું થયું?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 24 Mar 2017 10:18 AM (IST)
1/6

અમદાવાદઃ 13-13 વર્ષ સુધી બે મહિલાઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા પછી તેમની વચ્ચે વિખવાદ થતાં હવે આ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે. લેસ્બિયન સંબંધ ધરાવતી આ બે મહિલાઓમાંથી એકે સેક્સ ચેન્જ કરાવ્યું હતું. આ પછી સેક્સ ચેન્જ કરાવીને પુરુષ બનનાર પાર્ટનરનો સેક્સ માટે ત્રાસ વધી જતાં મહિલા અમદાવાદ આવી ગઈ હતી. ત્યારે ત્યાં પણ આ મહિલા પહોંચી જતા કંટાળેલી મહિલાએ કોર્ટમાં ધા નાખી છે.
2/6

આ અંગેની વિગતો એવી છે કે, પ્રિયંકા અને માનસી મૂળ સુરેન્દ્રનગરના છે. બંને એક જ શેરીમાં રહેતા હોવાથી બંને એકબીજાની ખૂબ સારી ફ્રેન્ડ હતી. પ્રિયંકાના લગ્ન થયા પછી તે પતિ સાથે રહેતી હતી. જેના થકી તેને એક પુત્ર અને પુત્રી છે. આ સંતાનો પણ હાલ મોટા થઈ ગયા છે. દરમિયાન વર્ષ 2000માં પ્રિયંકાના પતિનું મોત થતા તે વિધવા થઈ હતી. આ પછી તે ફરીથી માનસીના સંપર્કમાં આવી હતી.
3/6

માનસી પાસેથી હુંફ મળતાં પ્રિયંકાને તેની સાથે રહેવાનું ગમતું હતું. માનસી પણ લગ્નની ઉંમર વીતી ગયા પછી તે સહવાસ શોધતી હતી. આથી બંનેએ વર્ષ 2004માં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું હતું. આ માટે બંનેએ લિવ-ઇન કરાર પણ કર્યા હતા. તેઓ લગભગ 13 વર્ષથી લિવ-ઇન રિલેશનમાં રહેતા હતા. કરારનાં થોડાં વર્ષો પછી બેંગલુરુમાં સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવી પ્રિયંકા પુરુષ બની હતી.
4/6

દોઢ વર્ષથી અમદાવાદ રહેતી માનસીએ જણાવ્યું હતું કે, તે દાદી બની જતાં મને વધારે ત્રાસ આપે છે. આથી હું અલગ રહું છું, પણ તે ઇચ્છે છે કે હું તેની સાથે રહું એટલે તે મારા પરિવારને પણ હેરાન કરે છે. તેને શારીરિક સંબંધમાં મારી સાથે સંતોષ મળતો ન હોવાથી મીનાએ સેક્સ ચેન્જ ઓપરેશન કરાવ્યું હતું.
5/6

નોંધનીય છે કે, અત્યારે પ્રિયંકાના પુત્રના ઘરે પણ પુત્ર છે. સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવ્યા પછી પ્રિયંકા ત્રાસ આપતી હોવાથી પોતે સાથે રહેવા ન માગતી હોવાથી માનસીએ કરાર રદ કરવા કોર્ટમાં અરજી કરી છે. આ વિશે માનસીએ જણાવ્યું હતું કે, લગ્નની ઉંમર વીતી જતાં હું પ્રિયંકાની સાથે કરારથી રહેવા તૈયાર થઈ હતી. શરૂઆતમાં મને છોકરીઓ માટે આકર્ષણ નહોતું. પ્રિયંકા શરૂઆતથી જ મને ખૂબ ત્રાસ આપતી હતી.
6/6

પ્રિયંકાએ આ અંગે જણાવ્યું હતું કે, હું ટોમબોય જેવી જ છું. મને છોકરીઓમાં જ રસ હતો. મારે લગ્ન નહોતાં કરવાં પણ માતા-પિતાએ બળજબરીથી લગ્ન કરાવ્યાં હતાં. એ પછી માનસી સાથે રહેવાનું નક્કી કર્યું. તેને શરીર સંબંધમાં સંતોષ નહોતો મળતો. આથી તેના કહેવાથી મેં સેક્સ ચેન્જ ઓપરેશન કરાવ્યું હતું. હવે તે મને કહ્યા વિના દોઢ વર્ષથી જતી રહી છે. એણે કહ્યું હોત તો હું રાજીખુશીથી કરાર રદ કરી નાખત. (પાત્રોના નામ બદલ્યા છે)
Published at : 24 Mar 2017 10:18 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
અમદાવાદ
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
અમદાવાદ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
અમદાવાદ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
ટ્રેન્ડિંગ સમાચાર





















