તપાસ એજન્સીની માહિતી પ્રમાણે આરોપીઓએ નવ લાખ ડોલર સ્કીમ હેઠળ એકઠા કર્યા હતા અને તેમના મૂળ વિલિયમ્સન કાઉન્ટીના ખાતામાંથી વિદેશી બેન્કના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. અત્યારે પોલીસે દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં અન્ય સંડોવાયેલા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
2/5
આ કૌભાંડીઓ નાગરિકોને કોલ કરતા હતા અને ડરાવીને અથવા તો ધમકી આપીને પૈસા બેન્કમાં જમા કરાવવાનું કહેતા હતા. આ માટે તેમણે વિલિયમ કાઉન્ટીમાં ખાતું ખોલાવ્યું હતું. ધમકીભર્યા ફોન પછી લોકો તેમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા.
3/5
ન્યુયોર્કઃ અમદાવાદની જેમ અમેરિકામાં પણ કોલ સેન્ટર કૌભાંડ સામે આવ્યું છે. આ કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને ધમકી આપીને પૈસા પડાવી લેવામાં આવતા હતા. આ કૌભાંડીઓ લોન લેવા ઇચ્છુક અને ટેક્સ ભરવાનો બાકી હોય તેવા અમેરિકન નાગરિકોની માહિતી મેલવી તેમને કોલ કરીને ખંખેરતા હતા.
4/5
અમેરિકાના ફ્લોરિડામાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. આ કૌભાંડમાં ત્રણ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. ટીબીઆઈ(ટેનેસી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ની માહિતી પ્રમાણે એક મિલિયન ડોલર એટલે કે અંદાજે સાડા છ કરોડ રૂપિયાથી વધુનું આ કૌભાંડ છે. આ ગુનામાં ત્રણ ગુજરાતીઓની સંડોવણી બહાર આવી છે.
5/5
આ ગુનામાં ગોપાલ શિવરામદાસ પટેલ(ઉ.વ. 59), રિપ્તેશ હસમુખલાલ પટેલ(ઉ.વ.35) અને અશોકકુમા4ર પ્રભાકર રાવલ (ઉ.વ.63)ની સામે ચોરીના 2.50 લાખ ડોલરની ગેરકાયદે હેરાફેરીનું કાવતરું રચવાનો આરોપ છે. આ ત્રણેયને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ગોપાલ અને રિપ્તેશને ઓરલેન્ડો તેમેજ અશોકને ટેમ્પોથી ઝડપી લેવાયા હતા.