અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે ફરી એક વખત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં વધુ એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે આગામી 29 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
2/4
હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે જણાવ્યું કે, વરસાદ હજુ ગયો નથી. 28 ઓગસ્ટ સુધી હળવા ઝાપટાં ચાલુ રહેશે અને ત્યારબાદ 29મીથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
3/4
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી શકયતાઓ છે. ખાસ કરીને 28 ઓગસ્ટના વલસાડ, નવસારી, સુરત,ડાંગ, જિલ્લામાં ભારે વરસાદની સાથે 29 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના દાહોદ,બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડે તેવી શકયતાઓ છે.
4/4
ચાલુ વર્ષે ઓગસ્ટના શરૂાતના પંદર દિવસમાં વરસાદે હાળતાળી આપતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયાં હતાં અને દુષ્કાળની સ્થિતિ સર્જાશે તેવા ભણકારા વાગતા હાત પરંતુ છેલ્લા સપ્તાહથી રાજ્યમાં સારો વરસાડ પડી રહ્યો છે. આ વરસાદને ખેતીને પણ નવું જીવનદાન આપ્યું છે.